રાજકોટના પાંચ ડોક્ટરોની ૩૦૪/એ ની કલમમાં ધરપકડ થઈ શકે, તો મોરબીના ડૉક્ટર જયેશ પટેલની ધરપકડ શા માટે નહીં?

મોરબીની પિડીત પ્રજા સાથે પક્ષપાત રાખવાનું કયુ કારણ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-12-2020

મોરબી:તાજેતરમાં રાજકોટની હોસ્પિટલમાં લાગેલી આગનાં કારણે ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ સામે 304/a/ ની કલમ મુજબ અપરાધ નોંધી ધરપકડ કરવામાં આવેલ, આ પાંચે ડોક્ટરો સામે કોઈ પ્રથમ દર્શનીય પુરાવા ન હોવા છતાં પણ 304/a/ માં પગલાં લેવાયા, જ્યારે મોરબીના સદભાવના હોસ્પિટલ ના બેદરકાર અને અપરાધી ડૉક્ટરો જયેશ પટેલ અને મનુ પારીયાની ગંભીર બેદરકારીના કારણે દિવ્યક્રાંતિ મીડિયા પરિવારના મોભી મહિલાનું મૃત્યુ થયું હતું તેની સામે સામે કલમ ૩૦૪/એ/મુજબ અપરાધના તમામ પુરાવા હોવા છતાં પણ તેઓ પર તારીખ:૮/૮/૨૦૨૦ થી આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી

આ બંને ડોક્ટરો વિરુદ્ધ હાઇકોર્ટે પોલીસ વિભાગને આપેલ આદેશને પોલીસ વિભાગ ઘોળીને પી ગયો છે, આ કેસમાં ફરિયાદીને પોલીસ વિભાગ તદ્દન ખોટા અને બેજવાબદારી ભર્યા જવાબ આપી રહ્યા છે, તેઓ કહે છે “અમો ડૉકટરો પર કોઈ એક્શન લઇ ન શકીએ કારણ કે તેવી સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન્સ છે” જો આવી ગાઈડલાઈન્સ હોય તો રાજકોટના નામાંકિત ડોક્ટરોની ધરપકડ શા માટે થઇ? તેનો જવાબ પોલીસ વિભાગ આપશે?

જોકે પોલીસ તો સરકારની ચીઠ્ઠીની ચાકર છે, જેથી તેઓને દોષિત માનવા કરતાં પણ મોરબીના આ બંને ડોકટરોને બચાવવામાં સરકારી તંત્રના તમામ વિભાગો દોષિત છે, અપરાધીઓને બચાવનારા પણ અપરાધીની કક્ષામાં આવે છે, આ ઘટનાએ સરકારની પક્ષપાતપૂર્વકની અને અન્યાયપૂર્વકની નીતી-રીતી ખુલ્લી પાડી છે.  (કિશન બુધ્ધભટ્ટી-(વરિષ્ઠ પત્રકાર) મો.નં.૭૫૬૭૬૮૩૧૧૧/ ૯૭૭૩૪૦૬૮૩૭ ) 

SADBHAVNA HOSPITAL MORBI

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63