માસ્ક મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ સામે ગુજરાત સરકાર સુપ્રીમમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2020

કોરોનાના (Corona case)વધતા કેસ વચ્ચે હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ગુજરાત સરકારે (Gujarat Government)માસ્ક ન પહેરવાના હાઈકોર્ટના અમલ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટના કોવિડ કેર (Covid care)સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સુપ્રીમમાં (SC)અપીલ કરી છે. તેમજ આજે જ સુનાવણી માટે એસજીએ વિનંતી કરી છે. માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી તેથી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. ગુજરાતમાં કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ જોવા મળી રહી છે. વધતા કોરોનાના કેસ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર સફાળુ જાગી ગયું છે. પરંતુ રાજ્યમાં હજી પણ કેટલાક એવા બેદરકાર લોકો છે જે જાહેરમાં માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે માસ્ક ન પહેરનારાઓને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. માસ્ક પહેર્યા વગર ફરનારા પર કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63