(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2020
કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠક 10:30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે મળશેે. આ બેઠકમાં માસ્કવિહોણા લોકોને કોવિડ સેન્ટરમાં રોજના 4 થી 5 કલાક સેવા આપવાની સજા કરવાનો હાઇકોર્ટે કરેલા આદેશનો અમલ કરવા સરકાર નિર્ણય કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત અભય ભારદ્વાજ અને અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સાથે જ રાજ્યમાં કોરોનાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણ વચ્ચે બેઠકોનો દોર યથાવત છે ત્યારે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવવાની છે જ્યારે આ બેઠકમાં અભય ભારદ્વાજ,અહેમદ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજયસભા સાંસદ અભય ભારદ્વાજનું 67 વર્ષની ઉંમરે ચેન્નાઈ ખાતે કોરોના સારવાર દરમિયાન મોત થયું હતું. કોરોનાથી તેમના ફેફસાને નુકસાન પહોંચ્યું હતુ અને તેની સારવાર માટે ચેન્નાઈ ખાતે ખસેડાયા હતા. જોકે, તેમના નશ્ર્વરદેહને રાજકોટ લાવવામાં આવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે કોરોનાના કેસમાં દિવાળી પછી સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઇને પણ આ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ મહાનગરોમાં કોરોના સંક્રમણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યના 4 મહાનગરોમાં કોરોના કેસમાં વધારો થતા રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63