રાજયમાં લગ્ન પ્રસંગોમાં સરકારી ગાઇડ લાઇન ભંગ થતો હોવાની ગૃહમંત્રીની કબુલાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2020

કેન્દ્ર દ્વારા કોવિડ 19 અંગે ની અનલોક ની ગાઈડલાઈન સ્થાનિક કક્ષાએ જરૂરી તપાસ કરી લગ્ન અંગેના આયોજન કરવા દેવાય છે. જયારે મરણ પ્રસંગમાં પણ 50 લોકો ને જ છૂટ અપાઈ હોવાનો સ્વીકાર ગૃહ રાજય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા એ કર્યો છે. લગ્ન પ્રસંગે અપાતી છૂટછાટ અને સોશ્યલ ડિસ્ટન્સ ના અભાવ અંગે ગૃહ રાજય મંત્રી પ્રદીપ સિંહે સ્પષ્ટતા કરી હતી કે કોવિડ 19 ની સ્થીતી મુજબ ભારત સરકારની નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ જ છૂટછાટ આપવામાં આવે છે. જોકે મોટાભાગના લગ્ન પ્રસંગોમાં ધાર્મિક વિધિ દરમ્યાન આમંત્રીતો અને પરીવા જનો નજીક નજીક બેઠા હોય છે. એટલું જ નહીં આયોજીત જમણવાર માં પણ સાથે સાથે હોય છે. ત્યારે સંક્રમણ વધુ ફેલાવવાનો ભય ગૃહ રાજય મંત્રી એ કર્યો હતો. જોકે સ્થાનિક તંત્ર દ્વારા લગ્ન આયોજકોને પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સેનિટાઈઝર રાખવાની કડક સૂચના અપાતી હોવાનો દાવો કર્યો છે. લગ્ન પ્રસંગો અને અન્ય પ્રસંગો માટે છૂટ કેન્દ્ર ની ગાઈડલાઈન ના આધારે અપાતી હોવાની સ્પષ્ટતા નદીએ કરી હતી આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે લગ્ન પ્રસંગો બાદ આયોજિત સત્કાર સમારંભ અને ભોજન કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે હવે જો કોને વિશેષ સૂચના પણ આપવામાં આવે છે.તો બીજી તરફ કોરોનાના વધતા જતા સંઘર્ષમાં અંગે સરકારે કરેલી કામગીરીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નવ મહિનાથી રાજ્યમાં પ્રમાણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્રધાનમંડળ અને વહીવટીતંત્ર રાતદિવસ લાગ લગાન રચી રહ્યું છે જેના પરિણામે આજે રાજ્યમાં કોરોના થી મૃત્યુ દર 1.9 ટકા નો થાય છે જ્યારે રિકવરી રેટ માં પણ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને સફળતા મળી છે અથાક પ્રયત્નો ના અંતે વર્તમાન સ્થિતિએ રાજ્યમાં કોરોના નો રિકવરી રેટ 91.06 ટકા નોંધાયો હોવાની સ્પષ્ટતા કરી હતી આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અટકાવવા માટે સમય ઉચિત પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લાઓમાં ડેઝીગ્નેટેડ હોસ્પિટલો વધારવામાં આવી છે સાથે સાથે દૈનિક ટેસ્ટ વધારવામાં આવ્યા છે.આ ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં કોવિડ 19ના લેવાતા રેટ માં પણ રાજ્ય સરકારી નોંધપાત્ર ઘટાડો કરીને અસરકારક પગલાં લીધા હોવાનો સ્વીકાર કર્યો હતો. આ તબક્કે તેમને એવી સ્પષ્ટતા પણ કરી શકે સંક્રમણની વધુ ફેલાતો અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવીને હાઇવે ઉપર અંદાજીત 5 લાખથી વધુ યાત્રિકો ના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે રેલવેના 50 હજારથી વધુ મુસાફરોના ટેસ્ટ કર્યા છે દરમિયાન રાજ્યમાં 10હજાર કોમર્શિયલ બિલ્ડીંગ માં કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કર્યા છે જ્યારે 10 હજાર જેટલા સુપર સ્પ્રેડર ના કોવિડ ટેસ્ટ રાજ્યના તંત્ર દ્વારા કરવામાં આવ્યા હોવાનો દાવો પ્રદીપસિંહ જાડેજાએ કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63