કોરોનાની સ્થિતિ યથાવત રહી તો માસ-પ્રમોશનથી ધો.10-12 સિવાયના ધોરણોમાં માસ પ્રમોશન?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

ધો.10-12ની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ જાન્યુઆરીમાં ભરાશે, મે મહિનામાં પરીક્ષા લેવા શિક્ષણ બોર્ડની તૈયારી

ગુજરાતમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાય તેવી શક્યતા છે, સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં ફોર્મ ભરાવવામાં આવતા હોય છે. બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા અને બાકીના ધોરણોના છાત્રોને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં લઈ જવા ગંભીર વિચારણા થઈ રહી છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા માટે ચાર માસ પહેલા એટલે કે, નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. લગભગ દોઢ માસ જેટલા સમયગાળામાં બોર્ડની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેની આગળની તૈયારી કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોનાના કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઈ જવી પડી છે.

માર્ચ 2020માં કોરોનાના આગમન બાદ અત્યાર સુધી બધી જ શાળાઓ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપી રહી છે. આ સ્થિતી આગામી દિવસોમાં પણ યથાવત રહેવા પામી તો અન્ય ધોરણોમાં તો માસ પ્રમોશન કે અન્ય કોઈપણ રીતે બાળકોને પાસ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવી શકે છે. પરંતુ, ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી રાજ્યના શિક્ષણમંત્રીએ તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાના પગલે મે 2021માં યોજાશે તેવી જાહેરાત કરી હતી.

આ જાહેરાતના પગલે બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના ચાર માસ પહેલા ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યારબાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડ પાસે બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે. જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63