સરકારના અક્ષમ હોવાના જવાબથી હાઇકોર્ટ નારાજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોરોના સામે લીધેલા પગલા અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હતી અને કહ્યું હતુ કે, યોગ્ય પગલા નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે છે. હાલનો સમય ખૂબ ગંભીર હોવાનો હાઈકોર્ટનો મત રજૂ થયો હતો. તુરત કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ કંટ્રોલમાં આવશે. આ સમય કડક પગલા લેવાનો છે. સરકાર આવા પગલા લેવા અક્ષમ છે તેવું કહે તો એ વ્યાજબી નથી. નિયમનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂર છે. પોલીસ દ્વારા માસ્ક મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરાઇ. રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો છે. હોસ્પિટલમાં બેડ પણ ખાલી રહે છે. 3 દિવસથી રાજ્યમાં ઓક્સિજનની માંગ ઘટી છે. રેમેડેસિવિર ઇંજેક્શનની માંગ પણ ઘટી છે: સરકારના બીજા જવાબ બાદ હાઇકોર્ટે ટકોર કરી હતી કે, અમારા જૂના આદેશના અમલ અંગે યોગ્ય નિર્ણય લો. આદેશ પર યોગ્ય એક્શન લો અને જવાબ આપો.

સળગતા સવાલ

સરકાર કેમ અદાલતના નિર્દેશ બાદ જ જાગે છે?

કેમ વારંવાર સરકાર સામે હાઇકોર્ટે આંખલાલ કરવી પડે છે?

શું સરકાર પોતાની રીતે યોગ્ય પગલા ન લઈ શકે?

સરકાર બે મોઢાવાળી વાત કેમ કરે છે?

જનતા સામે સરકાર સ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો કેમ કરે છે?

હાઇકોર્ટમાં સરકારનું નિવેદન અને જાહેરમાં નિવેદન અલગ અગલ કેમ?

હાઇકોર્ટમાં સરકારે જ જવાબ રજૂ કર્યો તેનાથી સરકારનો ભાંડો ફૂટ્યો?

નિયમોનું કડકપણે પાલન કરાવવું એ સરકારની જવાબદારી છે: હાઈકોર્ટ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63