કોરોના વેક્સિનની સંભાવનાથી સોનાનામાં મોટું ધોવાણ : 5 મહિનાના નીચલા સ્તરે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા 01-12-2020

દેશમાં કોરોના વેક્સીન (Covid-19 Vaccine) આવવાની આશા ઊભી થતાં અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શક્યતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનની આશાએ સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓને પ્રભાવિત કરી છે. ગોલ્ડ (Gold rates Today)નો ભાવ 5 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં રોકાણકારો સોનામાંથી રોકાણ પરત ખેંચીને શૅર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દુનિયાભરના બજોરોનું પ્રદર્શન સુધરી રહ્યું છે – નોંધનીય છે કે, વેક્સીનના કારણે આર્થિક સુધારને લઈ ઊભા થયેલા આશાવાદથી દુનિયાભરના શૅર બજારોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. સોમવારે હાજર સોનું 0.8 ટકા તૂટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું અને આ પ્રકારે આ મહિનામાં સોનામાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ કિંમતી ધાતુએ કારોબારી સત્ર દરમિયાન 2 જુલાઈ બાદના સૌથી નીચલા સ્તર પર 1,764.29 ડૉલર પ્રતિ આઉન્સ પણ સ્પર્શી લીધું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63