રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

રાજ્યસભાના સાંસદ (Rajyasbha MP) અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું (Abhay Bhardwaj Death) કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટીપલ સમસ્તેયાઓનાં કારણે તેમને રિકવરી આવી રહી નહોતી. છેલ્લા કેટલાય મહિનાથી તેઓ હૉસ્પિટલના બિછાને હતા. અહેમદ પટેલના નિધન બાદ અભય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાના ગુજરાતના બે સાંસદોને કોરોના ભરખી ગયો છે.

વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે અભય ભારદ્વાજ એક ઉચ્ચકોટીના વકીલ હતા જેમણે કાયમ સમાજની સેવા કરી હતી. એક બુદ્ધીજીવી અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ વ્યક્તિની ખોટથી દુ:ખી છું. તેમના પરિવાર અને મિત્રોને મારી શ્રદ્ધાંજલિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (MP Abhay Bharadwaj) અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર હતી. તેથી વધુ સારવાર માટે અમદાવાદથી (Ahmedabad) ડોક્ટોરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી.

પરંતુ તબીયતમાં કોઈ સુધારો ન હોવાને કારણે સુરતથી (Surat) ચાર ડોક્ટરોની ટીમ મોડી રાત્રે વિશેષ વિમાન થકી રાજકોટ પહોચ્યા હતા. દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન આવતા તેમને ચેન્નઇ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ હતી.

એક નખશીખ સજ્જન અને બુદ્ધિજીવી હતા ભારદ્વાજ

અજય ભારદ્વાજ : રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ પણ હતા અને તેમનું પરિવાર આખું ભાજપમાં શામેલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને વકિલાત કરતા હતા. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા હતા. આ સાથે તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક હતા. તેમના પરિવારમાંથી તેઓ અને ભાઈ નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63