કંસારા સેવા સમાજ દ્વારા શૈક્ષણિક સમિતિની રચના કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-11-2020

શિક્ષિત સમાજનો પાયો નાખવા સમાજ માટે શિક્ષણવિદોને સેવાકીય પ્રવુતિના મહા યજ્ઞમાં જોડાવા અપીલ કરાઈ

બાળકો સમાજનું ભવિષ્ય છે બાળકોને માર્ગદર્શન આપવું એ તમામ સમાજની ફરજ છે કંસારા સમાજ માટે સેવાકીય કાર્ય કરતી સંસ્થા “કંસારા સેવા સમાજ” દ્વારા વિવિધ સમાજલક્ષી પ્રવુતિઓ કરવામાં આવે છે, વિવિધ સમિતિઓ પૈકી શૈક્ષણિક સમિતિની રચના ગત તા ૨૫-૧૧-૨૦૨૦ ના રોજ કરવામાં આવી છે. આ શૈક્ષણિક સમિતિનું મુખ્ય કાર્ય બાળકોને ઓનલાઇન શૈક્ષણિક વર્ગો કરવા, સરકાર તરફથી શિક્ષણમાં મળતા લાભ અંગે માહિતી આપવી, કારકિર્દી અંગે માર્ગદર્શન આપવું, વેકેશન દરમિયાન શૈક્ષણિક/ક્રેએટિવ વર્ગો લેવા, માસિક કવીઝ સ્પર્ધાનું આયોજન કરવું, બાળકોને શૈક્ષણિક વિડીયો અને પુસ્તકો પુરા પાડવા, સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવું, શૈક્ષણિક લોન, શિષ્યવૃતિ વિશેની માહિતી આપવી વગેરે જેવા કર્યો કરવા જેવી શૈક્ષણિક પ્રવુતિઓ કરવામાં આવશે આ શૈક્ષણિક સમિતિમાં નિકુંજભાઈ જી. ગઢવાલા (Lecturer in Commerce College, Amreli) ડો. કમલેશ બુધ્ધભટ્ટી (Principal, Government Arts College, Ranavav, Porbandar), રશ્મિ બી. કટ્ટા (B.E. Electronics and Communication, Synthetic Phonics Instructor (Jolly Phonics England-Phonics Coach, Vadodara) કવિતા કે. કટ્ટા (B.Sc. D.EI. Ed. B.Ed. (Pursiuing) Secondory Teacher, Adipur), પૂનમબેન આઈ. પરમાર (M. Phil in psychology, Teacher in higher secondary School, Nagichana-Keshod,) વગેરે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.
શિક્ષિત સમાજનો પાયો નાખવા સમાજના બાળકોને શિક્ષણનું સચોટ માર્ગદર્શન આપવા શરુ કરાયેલા આ સેવા યજ્ઞમાં કંસારા સમાજના તમામ શૈક્ષણવિદોને જોડાવા કંસારા સેવા સમાજ દ્વારા અપીલ કરવામ આવી છે. વધુ માહિતી માટે કંસારા સેવા સમાજના પ્રમુખ રૂપેશભાઈ પરમાર – મો. ૯૬૩૮૨ ૪૬૫૮૧, તથા મંત્રી ધવલભાઈ કંસારા – મો. ૯૨૬૫૦૬૯૬૯૬ પર સંપર્ક કરી આ સેવા યજ્ઞમાં જોડાવા તમામ જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63