લગ્ન માટે થનગની રહેલા યુગલો માટે રાહતના સમાચાર : કર્ફ્યુમાં પણ થઇ શકશે લગ્ન

કંકોત્રી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયા, હવે કર્ફ્યુ બાદ લગ્નો રદ્દ કરવા પડે તેવી સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-11-2020

અમદાવાદ શહેરમાં શનિ-રવિ દિવસે અને તે સિવાય સુરત, વડોદરા, રાજકોટની સાથે  દરરોજ રાત્રે કરફ્યૂ જાહેર કરી દેવાયો છે. કરફ્યુના કાળમાં લગ્ન, સત્કાર સમારોહ માટે પહેલા ૨૦૦ મહેમાનોની યાદી નજીકના પોલીસ સ્ટેશને સોંપવી પડશે ! જેના આધારે પોલીસ સામાજીક પ્રસંગ ઉજવવાની મંજૂરી આપશે.

કોરોનાને કારણે અવનવી ગાઈડલાઈનને કારણે ગુજરાતમાં સાડા સાત મહિનાથી અનેક પરીવારો પોતાના બાળકોના લગ્નો કરી શક્યા નથી. દોઢ મહિના પહેલા સરકારે અનલોક- ૫ની ગાઈડલાઈન જાહેર કરી ત્યારે લગ્નોના મૂર્હત નહોતા. હવે લાભ પાંચમ, દેવ ઉઠી એકાદશી પછી મોટાપાયે લગ્નોના મૂર્હત છે અને છેલ્લા એક સવા મહિનાથી કંકોતરી સાથે ચૌ તરફ આમંત્રણો અપાયા છે ત્યારે ગુજરાત સરકારે ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂજાહેર કર્યો છે. જેના કારણે આ પરિવારોને મુશ્કેલી પડી શકે તેમ છે.  જો કે, આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, અમદાવાદમાં શુક્રવારની રાતથી સોમવારની સવાર સુધી કરફ્યૂરહેશે. આ સ્થિતિમાં જેમના ત્યાં લગ્ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં ૨૦૦ આમંત્રિતોની યાદી આપશે તો તે પ્રમાણે લગ્નમાં જવા આવવાની મંજૂરીની વ્યવસ્થા થશે. અન્ય શહેરોમાં પણ રાત્રિ કરફ્યૂહોવા સંબંધે તેમણે કહ્યુ કે, લગ્નોમાં ભાજન કે રિસેપ્શન દિવસે જ રાખવામાં આવે તો રાત્રે મંજૂરી લેવાનો પ્રશ્ન જ રહે નહી. નાયબ મુખ્યમંત્રીની આ ચોખવટ અને પોલીસ કમિશનરોના જાહેરનામા બાદ શનિ- રવિમાં જેમના પરીવારોમાં લગ્નો છે તેમની ઉપાધિ વધી ગઈ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63