મોરબી: ધુનડા(સ.) ગામના સરપંચ પ્રવીણભાઈ કરશનભાઇ રંગપરીયાનું દુઃખદ અવસાન

(અનિલ રંગપરીયા દ્વારા) ધુનડા(સ.) ગામના સરપંચ પ્રવિણભાઈનું આજ રોજ તારીખ 19-11-2020 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. ધુનડા(સ.) ગામ માટે ઉમદા કાર્ય કરી લોક હ્યદયમાં ઉચ્ચું સ્થાન ધરાવતા મિલનસાર સ્વભાવના પ્રવિણભાઈનું આજ રોજ અવસાન થતા ધુનડાસ(સ.) ગામના લોકોને ભારે ખોટ પડી છે. ધુનડા(સ) ગામના વિકાસ માટે તેમના યોગદાન બાદલ સમગ્ર ગામ તેમનું સદા ઋણી રહેશે. ધુનડા(સ) ગામ સહીત પરિવારજનો, સ્નેહીજનો મિત્ર વર્તુળોમાં પ્રવીણભાઈ સદા માટે યાદ રહેશે.. પ્રભુ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત આપે તેવી તેવી દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર પરમ કૃપાળુ પરમાત્મા પાસે નમ્ર હૃદયે પ્રાર્થના કરે છે.

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 20-11-2020 ને શુક્રવારના રોજ રાખેલ છે. લૌકિક પ્રથા મોકૂફ રાખેલ છે.