“કંચન” બરન બિરાજ સુબેસા કાનન કુંડળ કુંચિત કેસા..

દિવાળીના પર્વ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-11-2020

ભગવાનને પહેરાવવામાં આવનાર આ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુંપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદજિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલ સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. વાધાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે. અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે. તેને સ્વામીનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યાં છે. સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બીનેશન છે. વાઘામાં રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબી જડેલું છે. તે ઉપરાંત તેમાં 3ડી-વર્ક, બિકાનેરી મીણો- પેન્ટીંગ મીણો- ફિલીગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડીઝાઇન કરવા માટે સ્પેશલ ડીઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણી બધી ડીઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63