ગુજરાત વિધાનસભામાં ભાજપના ત્રણ એક્કા : કોંગ્રેસનો સફાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-11-2020

ગુજરાત વિધાનસભાની પેટા-ચૂંટણી (Gujarat Bypoll 2020 result)ના પરિણામમાં તમામ બેઠક પર ભાજપ (BJP)ની જીત થઈ છે. આ તમામ બેઠક કૉંગ્રેસ (Congress) પાસે હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા આ બેઠકો ખાલી પડી હતી. આઠમાંથી પાંચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આયાતી એટલે કે કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપી હતી. આ તમામના કપાળે પણ જતાએ વિજય તિલક કર્યું છે. સૌથી ચર્ચાસ્પદ કહી શકાય તેવું પરિણામ ડાંગ બેઠક પર જોવા મળ્યું છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 60 હજારની લીડથી વિજય થયો છે.કોરોનાકાળ વચ્ચે પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન યોજાયુ હતું. આ ચૂંટણીમાં ભાજપની જીતની સાથે વિધાનસભામાં સંખ્યાબળ 111એ પહોંચ્યું છે. આમ આ ભાજપે ચૂંટણીમાં 111 મેળવ્યા છે.

મોરબીમાં અંતિમ રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાને કુલ 64,711 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને કુલ 60,062 મત મળ્યા છે. આ રીતે બ્રિજેશ મેરજાનો 4,649 મતની લીડથી વિજય થયો છે.

ડાંગમાં સૌથી વધુ મતદાન રાજ્યની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન ડાંગ બેઠક પર થયું છે. ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું હતું. ધારીમાં માત્ર 42.18 ટકા મતદાન થયું છે. આંકડા પ્રમાણે જોઇએ તો, ડાંગમાં સૌથી વધુ 74.71 ટકાથી વધુ મતદાન થયું છે. કપરાડામાં 67.34 ટકા મતદાન,કરજણમાં 65.94 ટકા, અબડાસામાં 61.31 ટકા, લીંબડીમાં 56.04 ટકા, મોરબીમાં 51.88 ટકા, ગઢડામાં 47.86 ટકા અને ધારીમાં સૌથી ઓછુ 42.18 ટકા જેટલુ જ મતદાન થયું છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63