વોટ્સએપથી થઇ શકશે પૈસાની લેતીદેતી: આવ્યું નવું ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-11-2020

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના “(Whatsapp) યૂઝર્સ હવે ભારતમાં મની ટ્રાન્ફર સહેલાઇથી કરી શકશે. વોટ્સએપ દ્વારા તમે કોઇપણ બીજા વોટ્સએપ યૂઝર્સને કે યુપીઆઇ આઇડી (UPI ID)માં પૈસા મોકલી શકો છો. ખરેખર, યુપીઆઇ (UPI ID) પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવા માટે વોટ્સએપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી (NPCI)મંજૂરી મળી ગઇ છે. વોટ્સએપ ઘણાં સમયથી યુપીઆઈ સિસ્ટમનું ટેસ્ટ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઇવસીને લઇને મામલો અટક્યો હતો. એનપીસીઆઇએ (NCPI) ગુરુવારે વોટ્સએપને લાઇવ કરવાની મંજૂરી આપી છે. હાલ ફક્ત 20 લાખ યૂઝર્સ જ આ સેવાનો લાભ લઈ શકશે. હાલમાં ભારતમાં વોટ્સએપના 200 કરોડથી વધારે યુઝર્સ છે. એવું માનવામાં આવે છે કે વોટ્સએપ પે લોન્ચ થવાથી ફોન પે, પેટીએમ, ગૂગલ પે વગેરેને જોરદાર ટક્કર મળશે.

શું છે યુનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ / UPI

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા યુપીઆઈ (Unified Payments Interface) એ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા તરત જ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. યુપીઆઈ દ્વારા તમે ઘણા યુપીઆઈ એપ્લિકેશનો સાથે બેંક એકાઉન્ટને લિંક કરી શકો છો. હાલ , ઘણાં બેંક ખાતાઓને યુપીઆઈ એપ્લિકેશન દ્વારા સંચાલિત કરી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63