કચ્છનું ટેન્ટ સીટી તૈયાર : ધનતેરસથી સફેદ રણનો નજારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-11-2020

કોરોનાના કારણે ફૂલપ્રુફ પ્રોટોકોલ વ્યવસ્થા, ભૂજથી લઈ ઘોરડો સુધી કોવિડ ગાઈન લાઈનનું કરાશે પાલન

કચ્છનું ટેન્ટ સીટી તા.12 નવેમ્બરને ધનતેરસના પવિત્ર પ્રસંગે મહેમાનોને આવકારવા માટે સજ્જ બન્યું છે. ટેન્ટ સીટીમાં કોરોના વાયરસથી દૂર રહેવાય તે રીત મહેમાનોની સલામતી માટે ફૂલ પ્રુફ પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સલામતીના પ્રોટોકોલમાં ભૂજ ખાતેથી મહેમાનોનું પરિવહન કરતા વાહનોથી માંડીને રિસેપ્શન એરિયા, કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતેનું ટેન્ટ સીટી, સામાન્ય વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં ધનતેરસથી શરૂ કરીને 28 ફેબ્રુઆરીના રોજ સમાપન થાય ત્યાં સુધી આયોજન કરાયા છે. ઓપરેશન મેનેજર શ્રી ભાવિક શેઠ જણાવે છે કે સેફ્ટી પ્રોટોકોલ અમલી બની ચૂક્યો છે. તેમાં ક્લિનીંગ અને ડીસઈન્ફેક્શનની નવી પધ્ધતિઓ, કોમન એરિયામાં વિશેષ ધ્યાન આપવાની બાબત તથા હેન્ડ સેનેટાઈઝર, ફેસ માસ્ક અને અન્ય સુરક્ષા સાધનોની પૂરતી ઉપલબ્ધિનો સમાવેશ થાય છે.

તાલિમથી સુસજ્જ પ્રોફેશનલ્સની ટીમ પ્રોટોકોલનું 100 ટકા પાલન કરશે. અમે કોઈ ક્ષતિ થાય તેવી શક્યતા રાખી નથી. મહેમાનોએ ચેપ લાગવાની કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વ્યાપક પગલાં લેવા છતાં મહેમાનોને સહેજ પણ તકલીફ પડે નહીં તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પગલાં અમલમાં લેવામાં આવ્યા છે તેમાં ભૂજ ખાતેના રિસેપ્શન એરિયામાં ડિસઈન્ફેક્શન, સ્ટાફ દ્વારા માસ્ક અને ગ્લોવ્ઝનો ઉપયોગ, દર પખવાડિયે સ્ટાફની તબીબી તપાસ, મહેમાન માટે માસ્ક અને સેનેટાઈઝર્સ તથા અન્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. કચ્છનું ટેન્ટ સીટી કે જે 350 ટેન્ટ ધરાવે છે. 7500 ચો.મી.ના કચ્છના સફેદ રણમાં આવેલુ આ સ્થળ વિશ્વના સૌથી મોટા સોલ્ડ ડેઝર્ટમાં સમાવેશ પામે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63