સ્કૂલ-કોલેજો દિવાળી પછી શરુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-11-2020

કોરાનાના કારણે રાજ્યમાં 7 મહિનાથી શાળા તથા કોલેજો બંધ છે અને જેથી ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું હતું. પરંતુ ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને પગલે દિવાળી પછી કોલેજો અને ધોરણ 9થી 12 ની સ્કૂલો શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઈડલાઈન્સ એટલે કે SOP નક્કી કરવામાં આવશે. એ પછી સ્કૂલો શરૂ કરાશે. મળતી માહિતી મુજબ, સ્કૂલો ડિસેમ્બર બાદ શરૂ થઈ શકે છે, પણ કોલેજોના મામલે દિવાળી બાદ નિર્ણય થઈ શકે છે, જ્યારે સ્કૂલો ખૂલવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63