વોટ્સએપે લોન્ચ કરું નવું ફીચર, હવે થઇ જશે આ સમસ્યા દૂર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-11-2020

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp) એ અપડેટેડ સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલનું લોન્ચિંગ કર્યું છે. આ નવા ટૂલનો ઉદ્દેશ્ય યુઝર્સને સારું સ્ટોરેજ આપવાનો છે. માહિતી મુજબ આ ટૂલની મદદથી યુઝર્સ બલ્ક આઇટમ્સ(Bulk Items) ડિલીટ કરી શકશે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ટૂલના માધ્યમથી એપમાં મોટી ફાઇલો અને વારંવાર ફોરવર્ડ કરેલ મેસેઝથી સ્ટોરેજ ફ્રી(Storage) કરી શકાશે. આ ટૂલના માધ્યમથી યુઝર્સ બલ્ક આઇટમ ડિલીટ કરી સ્પેસ ફ્રી કરી શકશે. આ ટૂલનો(Tool) ઉપયોગ કરવા માટે સેટિંગમાં સ્ટોરેજ અને ડેટા ઓપ્શનમાં જઈ મેનેજ સ્ટોરેજમાં ટૂલનો ઉપયોગ કરી શકાશે.

આ સિવાય વોટ્સએપ જલ્દી મલ્ટી ડિવાઇસ(Multi Device) સપોર્ટ ફીચર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ હાલ આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ ફીચરના લોન્ચ થયા બાદ યુઝર્સ ચાર અલગ-અલગ ડિવાઇસથી વોટ્સએપમાં લોગ ઇન કરી શકશે અને એક જ સમયમાં આવું કરવું સંભવ થઈ શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63