સરકારી નોકરી ઈચ્છુકો માટે મોટા સમાચાર : GPSC આગામી વર્ષે 1203 જગ્યાઓ માટે કરશે ભરતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-11-2020

સરકારી નોકરી (Government Jobs)ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષ માટે GPSC દ્વારા ભરતી કેલેન્ડર (GPSC Exam Calendar) બહાર પાડવામાં આવ્યું છે. GPSC દ્વારા આગામી વર્ષે 1203 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાંથી ક્લાસ 1-2 માટે 199 જગ્યાઓ ભરાશે. સરકારી આર્ટસ, સાયન્સ, બીએડ કોલેજ માટે પણ ભરતી બહાર પાડવામાં આવી છે.

GPSCની કુલ 1203 જગ્યા માટે વર્ગ-એક, 2 અને 3ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અલગ-અલગ 70 જગ્યાઓ માટે GPSCએ ભરતીની જાહેરાત કરી છે. ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2020 છે. જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા 21 માર્ચ 2021 આયોજિત થશે.

મે 2021માં જાહેરાતના પરિણામો જાહેર કરાશે. મુખ્ય પરીક્ષા 4, 11 અને 18 જુલાઇ 2021ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર 2021માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં યોજાશે અને અંતિમ મેરિટ લિસ્ટ ૩૦ નવેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63