સૌરાષ્ટ્ર-કચ્છની 5 વિધાનસભા બેઠકનું કાલે મતદાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-11-2020

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાનાર છે. જે પૈકી સૌરાષ્ટ્ર-કચ્છની મોરબી, લીંબડી, ગઢડા, ધારી અને અબડાસા બેઠક ઉપર આવતીકાલે સવારથી મતદાન શરૂ થશે. કોરોનાના કારણે આ વખતે મતદાનનો સમય સવારે અને સાંજે એક-એક કલાક એમ બે કલાક વધારવામાં આવ્યો છે. આચારસંહિતાની અમલવારી રૂપે પ્રચાર પડઘમ બંધ થઈ ગયા બાદ ઉમેદવારોએ રૂબરૂ મળી મતદારોને રિઝવવાની કોશીશ કરી હતી. આ વખતે પક્ષપલ્ટુ ઉમેદવારોની આખરી કસોટી થવાની હોય પરિણામ ઉપર સૌની નજર મંડાઈ છે. 3જી નવેમ્બરે મંગળવારે મતદાન શાંતિપૂર્વક યોજાય તે માટે તંત્ર દ્વારા જડબેસલાક તૈયારી કરવામાં આવી છે. મતદાન મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે બાદમાં મતદાન કરવા દેવામાં આવશે. તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થયા બાદ 10મી નવેમ્બરે મતગણતરી યોજાશે.

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્રીજી નવેમ્બરને મંગળવારે થનારા મતદાન પૂર્વે મતદારો શાંતિ પૂર્વક પોતાના મતાધિકારના ઉપયોગ અંગે વિચાર કરી શકે તે ઉદ્દેશ્યથી રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતા વેંત પક્ષપલટુ ઉમેદવારોની આકરી કસોટી માટે ઉંધી ગણતરી પણ શરૂ થઈ ગઇ છે. કોરોના કાળમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન માર્ચથી મે-20માં રાજીનામાને કારણે ખાલી પડેલી અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાવાનું છે. રવિવારે આ તમામ બેઠકો ઉપર ભાજપના નેતાઓએ આક્રમક પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓએ માઈક્રો લેવલ બુથ પ્લાનિંગ અને ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પેઈન કર્યું હતુ.

કોરોનાને કારણે આ વખતે મતદાનનો સમય સવારે અને સાંજે એક- એક એમ બે કલાક વધારાયો છે. આથી, મંગળવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ રવિવારે સાંજે 6 વાગ્યાથી આદર્શ આચારસંહિતાના અમલરૂપ થતા પ્રચાર બંધ થઈ ગયા છે. જોકે હવે ઉમેદવારો લોકોને રૂબરૂમાં મળી પ્રચાર કરી શક્શે. રવિવારે ચૂંટણી પંચના નિર્દેશો મુજબ ઉમેદવારો અડધા કલાકના અંતરે પાંચ-પાંચ વાહનો સાથે રોડ શો કર્યો હતો. શનિવાર સાંજથી 8 બેઠકોમાં 1807 સ્થળોએ આવેલા 3,024 મતદાન મથકોએ કોરોના વાઈરસ અટકાવવા સામગ્રીઓની વિતરણ શરૂ કરી દેવાયું હતું. મતદાન મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. બાદમાં ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય વાદળી શાહીથી ટપકું થશે. મંગળવારે મતદાન પછીના સાતમાં દિવસે 10મી નવેમ્બરે મતગણતરી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63