જુનાગઢઃ આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં ભક્તોને ન આવવા ઉતારા મંડળની અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-10-2020

પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પ્રતિકાત્મક રીતે કરાશે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલતી હોઈ સરકારની ગાઈડલાઈન મુજબ, લોકોના જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ છે. જેના અનુસરીને ઉતારા મંડળ દ્વારા આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વર્ષે પરિક્રમા કરવા ન આવે. આ સાથે જ ગુજરાતભરમાંથી આવીને ભક્તોને નિઃશુલ્ક જમાડતા મંડળોના દરેક અન્નક્ષેત્રો, ચા, પાણીના સ્ટોલ, ઉતારાઓ વગેરેને પણ આ વર્ષે ન પધારવા માટે અનુરોધ કરાયો છે.

ઉતારા મંડળ દ્વારા પરિક્રમા બાબતે જુનાગઢ જિલ્લા કલેક્ટર તથા જુનાગઢ વનવિભાગના સીસીએફને મળીને પત્ર આપવામાં આવ્યો હતો. જેમાં જવાબદારોને પૂછવામાં આવ્યું હતું કે, પરિક્રમા બાબતે કેઈ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. જોકે જવાબદારો તરફથી જણાવાયું હતું કે, હજુ સુધી કોઈ ગાઈડલાઈન નક્કી થઈ નથી, અધિકારીઓ પણ સરકારની સુચનાની રાહ જોઈ રહ્યા છે.

ત્યારે ઉતારા મંડળ લોકોના સારા માટે ન્યૂઝપેપર તથા મીડિયાના માધ્યમથી સરકારના હિતમાં તંત્ર તથા પ્રજાને અવગત કરી રહી છે. આ વર્ષે ઉતારા મંડળે પ્રતિકાત્મક પરિક્રમા કરીને પરંપરા જાળવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગિરનારની ઐતિહાસિક લીલી પરિક્રમા હિન્દુ સંસ્કૃતિની આસ્થાનું પ્રતીક છે. અને આ પરંપરા જાળવવી તે એક ફરજ સમાન છે. એવામાં ઉતારા મંડળે પ્રતિકાત્મક સ્વરૂપે લીલી પરિક્રમા કરવા માટે ભક્તોને અનુરોધન કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63