હવે વોટ્સએપથી કરી શકાશે LPGનું બુકીંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-10-2020

કંપનીના જણાવ્યા પ્રમાણે વોટ્સએપ ઉપર બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઈન નંબર 1800224344 ઉપર કરી શકાશે. ગ્રાહકે પોતાના રજિસ્ટરર્ડ મોબાઈલ નંબરથી બુકિંગ કરાવુ પડીશે.

બીપીસીએલના અધિકારી અરુણ સિંહના જણાવ્યા પ્રમાણે આ થકી એલપીજી બૂકિંગ કરાવવાની આ સુવિધાના કારણે ગ્રાહકોને સરળતા રહેશે. વોટ્સઅપ હવે સામાન્ય લોકોમાં પ્રચલિત થયું છે. યુવાનો હોય કે વૃદ્ધ તમામ લોકો વોટ્સઅપનો ઉપયોગ કરતા હોય છે. આ નવી શરૂઆતથી અમે અમારા ગ્રાહોકની નજીક પહોંચી શકીશું.

વોટ્સએપ બુકિંગ બાદ ગ્રાહકોને મળશે મેસેજ અને પેમેન્ટ માટેની એક લિંકકંપનીના કાર્યકારી નિદેશક, એલપીજીના પ્રભારી ટી. પીતાંબરમના જણાવ્યા પ્રમાણે વોટ્સ એપ થકી બૂકિંગ કર્યા બાદ ગ્રાહકને બુકિંગ થયાનો મેસેજ મળશે. આ સાથે તેમને એક કિંગ પણ પ્રાપ્ત થશે. જેના ઉપર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવા અન્ય એપથી પેમેન્ટ પણ કરી શકશે.

એલપીજી ડિલિવરી માટે પણ કંપની કરી રહી છે કામ

તેમણે વધુમાં જણાવ્યું કે કંપની એલપીજી ડિલિવરી ઉપર નજર રાખવા માટે ગ્રાહકો પાસેથી તેમની પ્રતિક્રિયા લેવા જેવા પગલાં ઉપર પણ ધ્યાન આપી રહી છે. આવનારા દિવસોમાં કંપની ગ્રાહકોની સુરક્ષા જાગૃકતાની સાથે વધારે સુવિધાઓ આપશે.

કંપની પાસે અત્યારે છે 7.5 કરોડ એલપીજી ગ્રાહકો

ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપની છે અને કંપનીના અત્યારે 7.10 કરોડ એલપીજી ગ્રાહક છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63