5 નવેમ્બરે ખેડૂતોનું દેશભરમાં ચક્કાજામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-10-2020

કેન્દ્ર સરકારના સમર્થકો કહી રહ્યા છે કે નવા કૃષિ કાયદાઓનો વિરોધ ખેડૂતો નહીં, પણ વિરોધીઓ કરી રહ્યા છે. તેના જવાબમાં દેશભરના ખેડૂતોનાં સંગઠનોએ મંગળવારે દિલ્હીમાં બેઠક યોજી હતી જેમાં નિર્ણય લેવાયો કે કૃષિ સંબંધિત ત્રણેય નવા કાયદાને પાછા ખેંચવા માટે સરકાર સાથે ચર્ચા ચાલુ રાખવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે. શાંતિપૂર્ણ ઉકેલ ન આવે તો આંદોલન ચાલુ જ રહેશે. તેથી પાંચમી નવેમ્બરે દેશભરમાં બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. 26મી અને 27મી નવેમ્બરે સંપૂર્ણ દેશના ખેડૂતો દિલ્હી આવશે અને સંસદનો ઘેરાવ કરશે. દેશભરના ખેડૂતોનાં સંગઠનોને એક કરવા માટે પાંચ સભ્યવાળી કમિટી પણ બનાવવામાં આવી છે. દિલ્હીમાં 27મી નવેમ્બરે યોજાયેલી આ બેઠકમાં સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, મધ્ય પ્રદેશના ખેડૂતોના નેતા સુનીલમ, પંજાબના પ્રમુખ કિસાન નેતા દર્શન સિંહ સામેલ હતા. ખાસ કરીને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના એક મોટા ખેડૂત સંગઠને બેઠકમાં ભાગ ન લીધો હોવાને કારણે પણ સવાલ ઊભા થયા હતા, પરંતુ ખેડૂતોના નેતાઓએ કહ્યું હતું કે દરેક સાથે ચર્ચા કરીને તેમને એકસાથે લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

એપીએમસીમાં અનાજના વેચાણ પર ટેક્સ ભરવો પડે છે, પરંતુ ખુલ્લા બજારમાં અનાજ વેચવા પર ટેક્સ નહીં ભરવો પડે. તેથી વેપારીઓ વધુ લાભ મેળવવા ખુલ્લા બજારમાંથી જ ખરીદવાનું પસંદ કરશે અને એપીએમસી વ્યવસ્થા નબળી પડશે અથવા બંધ થઇ જશે, એમ મધ્ય પ્રદેશના ખેડૂતોના નેતા સુનીલમે જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63