KST હેલ્પલાઇન નં . +91-8866307670 જારી કરાયો
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2020
શ્રી કંસારા સેવા ટ્રસ્ટ- જામનગર છેલ્લા બે વર્ષથી શ્રી મારુ કંસારા સમાજ જ્ઞાતિજનો માટે વિવિધ સહાય માટે કાર્યરત છે. સમાજલક્ષી પ્રવૃત્તિઓને આગળ ચલાવતા કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ વિંગ ની રચના કરાયી છે..
મેડિકલ વિંગ અંતર્ગત સમગ્ર મારુ કંસારા જ્ઞાતિજનોના જરૂરિયાતમંદ વર્ગ તથા અન્ય લોકોને જરૂરી એવા તબીબી માર્ગદર્શન માટે તજજ્ઞો દ્વારા સેકન્ડ ઓપિનિયન મતલબ કે મૂળ સારવાર સાથે અને તેના માટેના મંતવ્યો આગળની સારવાર માટે સલાહ આપવા માટે કટિબદ્ધ છે. જેથી જ્ઞાતિજનોને આ સેવાનો લાભ લેવા જણાવાયું છે. જેના માટે હેલ્પલાઇન નંબર +91-8866307670 જારી કરાયો છે આ નંબર પર પોતાનું પૂરું નામ, શહેરનું નામ લખી લેટેસ્ટ રિપોર્ટ્સ અને સારવારના ડોક્યુમેન્ટ્સના ફોટો આ હેલ્પલાઇન નંબર પર સાંજે 6 થી 8 વચ્ચે વોટ્સએપ કરવાનો રહેશે બાદમાં આ KST મેડિકલ વિંગના કાર્યકર ડોક્ટર્સને આવેલા રિપોર્ટ મોકલશે ડોક્ટર્સ તેમની અનુકૂળતાએ વહેલી તકે આપને રીપ્લાય આપવા માટે પ્રતિબદ્ધ રહેશે. તો સર્વે જ્ઞાતિજનોને આ તબીબી સેવાનો લાભ લેવા kst ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63