Unlock 5.0 ની નવી ગાઇડલાઇન જાહેર : જાણો શું ખુલશે? શું નહિ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09

કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલૉક-5 (Unlock 5) માટે ગાઇડલાઇન્સ જાહેર (Unlock 5.0 Guidelines) કરી દીધી છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે અનલૉક-5માં થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50 ટકા સીટો સાથે ખોલવામાં આવશે. 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ (Cinema Halls & Multiplexes), એન્ટરટેઇનમેન્ટ પાર્કોને ખોલવામાં આવશે. સ્વિમિંગ પૂલને ખેલાડીઓના ટ્રેનિંગ માટે ખોલવામાં આવશે. સિનેમા હોલ, થિયેટર્સ, મલ્ટિપ્લેક્સને લઈને જલ્દી સૂચના અને પ્રચારણ મંત્રાલય ગાઇડલાઇન્સ જાહેર કરશે. 15 ઓક્ટોબર પછી અનલૉક-5માં સ્કૂલ અને કોચિંગ સંસ્થાન ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે. આ માટે માતા-પિતાની મંજૂરી પણ જરૂરી રહેશે.

અનલૉક-4માં કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવાને લઈને આંશિક રાહત આપી હતી. 21 સપ્ટેમ્બરથી દેશભરમાં આંશિક રીતે સ્કૂલ ખોલવામાં આવી રહ્યા છે. જોકે હજુ સુધી મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો બંધ છે. કેટલાક રાજ્યો સ્કૂલ ખોલવાને લઈને કેન્દ્રની હરી ઝંડીની રાહ જોઈ રહ્યા છે.

અનલૉકના આ તબક્કામાં દૂર્ગા પૂજા, નવરાત્રી, દશેરા જેવા મોટા તહેવારો આવવાના છે. આવામાં સરકારની એસઓપીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે લોકો કોરોના સંક્રમણથી બચાવના ઉપાયો સાથે તહેવારો પણ હર્ષોલ્લાસથી મનાવી શકે. બીજી તરફ મહારાષ્ટ્રે સરકારે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દીધું છે. ભારતમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 80,472 નવા કેસ સામે આવ્યા પછી બુધવાર દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 62 લાખથી વધી ગઈ છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63