હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કે આરસી બુક સાથે રાખવી નહિ પડે : વાહન ચાલકોને મળશે છૂટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09

કેન્દ્ર તરફથી સંશોધિત કરાયેલ નવા નિયમો આવતીકાલ 1 ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે.

નવા નિયમો મુજબ, હવે વાહન ચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની આસીબુક અને વાહનના દસ્તાવેજો પોતાની સાથે રાખવાની જરૂરત નહીં રહે. તેઓ આ તમામ ડોક્યુમેન્ટ્સને પોર્ટલમાં સેવ કરીને રાખી શકશે હવે નવા નિયમો મુજબ માત્ર ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માટે રસ્તા પર વાહન રોકી નહીં શકાય, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળશે.

હવે નવા નિયમો પ્રમાણે, કોઈ વાહનના ડોક્યુમેન્ટ્સ ઓછા હશે, તો રજિસ્ટ્રેશન નંબરના આધારે તેનું ઈ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઈ-ચલણ મોકલવામાં આવશે. એટલે કે, હવે વાહનોની તપાસ માટે ફિજિકલ ડોક્યુમેન્ટ્સ માંગવામાં નહીં આવે. હવે સવાલ એ થાય છે કે, જો વ્હીકલના ડોક્યુમેન્ટ્સની ફિજિકલી તપાસ નહીં થાય, તો કેવી રીતે ખ્યાલ આવશે કે, વાહનના કોઈ ડોક્યુમેન્ટ્સ એક્સપાયર થઈ ચૂક્યાં છે?

આ અંગે મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, લાઈસન્સીંગ ઑથોરિટી દ્વારા ગેરલાયક કે સસ્પેન્ડ ડ્રાઈવિંગ લાઈસન્સની વિગતો પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે. જેને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. આ અપડેટ ડેટા પોર્ટલ પર જોવા મળશે. આ રીતે પણ વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે.

કોઈ વાહન સબંધી ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરી દેવામાં આવ્યાં છે, તો પોલીસ અધિકારી તેની હાર્ડ કોપી નહીં માંગી શકે. કોઈ ડોક્યુમેન્ટ્સ માંગવાથી કે તપાસ બાદ તારીખ, તપાસનો સમય સ્ટેમ્પ અને યુનિફોર્મમા રહેલા પોલીસ અધિકારીનું આઈડીકાર્ડનો રેકોર્ડ પણ પોર્ટલ પર જ મેન્ટેન કરવામાં આવશે. આ વ્યવસ્થાના પગલે વાહન ચાલકો બિનજરૂરી હેરાનગતિથી બચી જશે.

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, વાહન માલિકોએ પોતાના ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મેઈનટેન કરવા જરૂરી રહેશે. જેથી રસ્તા પર રોકાઈને તપાસ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે.

સરળ ભાષામાં સમજીએ તો, લાઈસન્સ, આરસીબુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ જેવા વાહન સાથે સંકળાયેલા જરૂરી ડોક્યુમેન્ટ્સને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલ મારફતે મેન્ટેન કરી શકાશે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રેકોર્ડને ઈલેક્ટ્રોનિક્લી મેન્ટેન કરશે. જેથી ડ્રાઈવરના વ્યવહારને મોનિટર કરવામાં મદદ મળશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63