કોરોના દર્દીઓના જીવ લેનારા બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા લોકોની બુલંદ થતી માંગ

નવસારીના લોકોએ આવેદનપત્ર આપી મોરબીના સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી #Justiceforjayshreeben મુહિમમાં જોડાયા હતા

મોરબીની સદભાવના હોસ્પિટલમાં જયશ્રીબેનનો વેન્ટિલેટરના અભાવે ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે તડપી તડપીને જીવ ગયો હતો 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09

મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોવિડ સેન્ટરમાં વેન્ટિલેટર હતું નહિ અને મોરબીના મીડિયા પરિવારના મોભી મહિલા જયશ્રીબેન બુધ્ધભટ્ટીને  દાખલ કરી જિંદગી સાથે રમત કરી ગયા હતા. વેન્ટિલેટર વગર જયશ્રીબેને તડપી તડપીને મોરબીની સદભાવના હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. કોરોના સમયે માનવ જિંદગીની જાણે કોઈ જ વેલ્યુ ના હોય તેમ બેદરકાર ડોક્ટરો મનફાવે તેવી ટ્રીટમેન્ટ કરવી, મનફાવે તેવી  વેકસીનોના પેશન્ટ પર અખતરાઓ કરવાથી  હોસ્પિટલમાં લોકો ટપોટપમરી રહ્યા છે? આવી બદતર હાલતથી લોકોને બચાવવા સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો સામે સરકાર લાલ આંખ કરી કાર્યવાહી કરી અન્ય ડોક્ટરો સામે લાલબત્તી રૂપ સજા કરે  તેવી લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ બેદરકાર ડોક્ટરો સામે અત્યાર સુધીમાં  મોરબી, રાજકોટ, કેશોદ, જૂનાગઢ, જોડિયા, સિહોર, બાલંભા, નખત્રાણા, માંડવી, તળાજા-ભાવનગર સહિતના વિસ્તરાઓના લોકો દ્વારા આવેદનપત્રો આપી આ ડોક્ટરો પર કાર્યવાહી કરવા માંગ કરી ચુક્યા છે. જેમાં આજે વધુ એક નવસારીથી ન્યાયપ્રિય લોકોએ આવેદનપત્ર આપી આવા બેદરકાર ડોક્ટરોની લાલિયાવાડી ચલાવી નહિ લેવાય તેવો સંદેશ આપી #justiceforjayshreeben મુહિમમાં જોડાઈ વધુ એક આવેદનપત્ર આપ્યું હતું. 

મોરબીની સદભાવના હોસ્પિટલ, મોરબી
ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ પામનાર મીડિયા પરિવારના મોભી મહિલા જયશ્રીબેન બુધ્ધભટ્ટી

અત્યાર સુધી સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ ગુજરાતભરમાંથી અપાયેલ આવેદનપત્રોની વિગત

ભાવનગર-તળાજામાં બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
રાજકોટથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
જૂનાગઢથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
કેશોદથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
કેશોદથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
મોરબી એસપીને અપાયું બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
મોરબીમાં અપાયું બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
નખત્રાણાથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
સિહોરથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
બાલંભાથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
જોડીયાથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
જોડીયાથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
નવસારીથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
માંડવીથી અપાયું મોરબીના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદન
#justiceforjayshreeben મુહિમમાં 9723162036 પર સંપર્ક કરી સ્વેચ્છાએ લોકોને જોડાવા અપીલ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63