રાજકોટ: દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપની મહિલાઓ દ્વારા માસ્ક અને ફ્રોકનું વિતરણ કરાયું : બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલી રહી છે

દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપના મેમ્બર દુરૈયાબેન મુસાની, હસીનાબેન મરચટ અને અલીફીયાબેન મીઠાઇવાલા (BEING UNITED NGO (DAWOODI BOHRA-RAJKOT) દ્વારા ઔષધીય ગુણોથી ભરપૂર ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-09, રાજકોટ

દિવ્યક્રાંતિ ન્યૂઝનો વિશેષ અહેવાલ:

(હિતેન સોની દ્વારા) રાજકોટ શહેરમાં કોવીડ-19 ની મહામારી સમયે દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિની એક ઝલક

ગત તા. 6-9-20 ના રોજ સમાજ સેવા ગ્રુપ દ્વારા માસ્ક અને ફ્રોકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ચુનારાવાડમાં લાલભાઈ રિક્ષાવાળા તથા તેમના પત્નીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

તા. 7-9-20 ના રોજ દાઉદી વ્હોરા સમાજ ગ્રુપના મેમ્બર્સ ખાટકીવાડ, સદર બજાર, વોર્ડ નં 7માં વિતરણ મોચીવાડના ખડે મલેકાબેન મેડિકલવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં મુનીરાબેન લોકાટ અને દુરૈયાબેન મુસાણીએ પણ પોતાની ફરજ પુરી પાડી હતી.

તા. 22-9-20 ના રોજ આ ગ્રુપ દ્વારા કોવિડ 19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઔષધીય ગુણોથી ભરપૂર ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

તા. 13 જૂનના રોજ ગોકુલધામ આવાસ યોજના બ્લોક નં. 32 માં કાર્યકર્તા બહેનો સાથે ફ્રોકનું વિતરણ કરાયું હતું. ત્યાંના કાર્યકર્તા સરલાબેન પાટડિયાએ સહયોગ આપ્યો હતો.

તા. 14 જુલાઈના રોજ દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપે હનુમાન મઢીની ઝૂંપડપટ્ટીમાંથી આવેલી દીકરીને ઈંદ્રનીલભાઈની MENI હોટલના પાર્ટી પ્લોટમાં ફ્રોકનું વિતરણ કરાયું હતું. આ હોટલના મેનેજર સ્ટાફ લેડીઝ બહેનોએ પણ ખુશી ખુશી આ કામમાં પોતાનો સહયોગ આપેલ હતો, આ કાર્યક્રમમાં આમંત્રિત આગેવાન રઝિયાબેન ભારમલ, નફીસાબેન મીઠાઈ વાળા ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત સમાજ માટે વર્ષોથી સેવા કરતા બહેનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજ સેવા ગ્રુપના મેમ્બર દુરૈયાબેન મુસાણી, તસ્લીમબેન કોલોની અલીફયાબેન મીઠાઇવાળા, મુમતાઝ બેન ભારમલ, મુનીરાબેન સાવરકુંડલા, હસીનાબેન મરચંટ, રઝિયાબેન શામ વગેરે બહેનો દ્વારા સુંદર સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63