જામનગર : શ્રી કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ વિન્ગની રચના કરાઈ

મારુ કંસારા સમાજના મેડિકલ ક્ષેત્રે કાર્યરત ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, દવાનાં વેપારીને આ મેડિકલ વિંગમાં જોડાવા માટે અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09

જામનગર “શ્રી કંસારા સેવા ટ્રસ્ટ” દ્વારા છેલ્લા બે વર્ષથી મારું કંસારા સમાજ જામનગર માટે જુદી જુદી ઉપયોગી પ્રવૃતિ કરવાં માં આવી રહી છે. જેનો જ્ઞાતિના પરિવારજનો લાભ લઈ રહ્યા છે.
મેડિકલ ક્ષેત્રે એક સમાજની વિંગ ની જરૂરીયાત હોવા થી આ ટ્રસ્ટ દ્વારા મારુ કંસારા સમાજ નાં ગામે ગામના પરિવારજનોની મેડિકલ હેલ્પની જરૂરીયાત માટે સમાજનાં જુદાં જુદાં શહેરના પ્રખ્યાત ડોક્ટરો સાથે મળીને એક મેડિકલ વિંગની રચના કરવામાં આવેલ છે.આ વિંગ દ્વારા મારુ કંસારા સમાજનાં સભ્યને મેડિકલનાં એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમના રોગ અંગે માર્ગદર્શન આપવા માં આપવામાં આવશે. આ વિંગ માં આપણા સમાજ નાં હાલ 12 જેટલા ડોક્ટરો દ્વારા નિ:સ્વાર્થ ભાવે માર્ગદર્શન સેવા આપવા માટે જોડાયેલ છે. આ પ્રવૃત્તિનો વિસ્તાર મેડિકલ વિંગ દ્વારા વધારવામા આવી રહ્યો છે.
મારુ કંસારા સમાજનાં મેડિકલ ક્ષેત્રે કાર્યરત ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, દવાનાં વેપારીને આ મેડિકલ વિંગમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. મેડિકલ વિંગ જોડાવા માટે નીચે આપેલ સંસ્થા નાં કાર્યકર્તા નો સંપર્ક કરશો. 
મારું કંસારા સમાજની દરેક જરૂરીયાતમંદ દર્દીઓને આ ગ્રુપ નો લાભ મળે તે માટે સમાજની સંસ્થાઓને પણ લાભ લેવા માટે અમો આહવાન કરીએ છીએ.
કંસારા સેવા ટ્રસ્ટ નાં મુખ્ય હોદેદારો નાં નામ અને કોન્ટેક્ટ નંબર આ મુજબ છે.રમેશભાઈ બારમેડા મો. નં. 9375853472, અક્ષયભાઈ બુધ મો. નં. 7778937628, મનિષભાઈ સોલંકી મો. નં. 9824400002, અજયભાઈ મેવચા મો. નં. 9328278339 પર સંપર્ક કરવા શ્રી કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63