દર્દીઓ પ્રત્યે બેદરકાર તબીબોનું લાઇસન્સ પાંચ વર્ષ રદ્દ કરો : PIL

નિકોલની સહજાનંદ હોસ્પિટલની બેદરકારીથી કોરોના દર્દીનું મૃત્યુ થતા પત્નીએ હાઇકોર્ટમાં દાદ માંગી 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-09

સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યે બેદરકારી દાખવનારા ડોક્ટરોનું લાઇસન્સ ઓછામાં ઓછું 5 વર્ષ સુધી રદ્દ કરવાની માંગણી સાથે હાઇકોર્ટમાં જહેત હિતની અરજી કરવામાં આવી છે. અમદાવાદના નિકોલની સહજાનંદ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી કોરોના દર્દીનું મૃત્યુ થતા પત્નીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટે આ અંગે રાજ્ય સરકાર અને મ્યુન્સિપલ કોર્પોરેશનને તપાસ કરવા નિર્દેશ કર્યો છે. અરજદાર પત્નીની રજુઆત છે કે તેમના પતિને કફ અને શ્વાસની તકલીફ થતા ગત 4 જૂનના રોજ તેમણે નિકોલની સહજાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાં ડો. આશિત પટેલે તેમની પ્રાથમિક તપાસ કરી નિદાન કર્યું હતું કે દર્દીને ન્યુમોનિયાના લક્ષણ છે અને કેટલાક ટેસ્ટ કરાવવા કહ્યું હતું. દર્દી અને તેમના પરિવારની વિનંતી છતાં ડોક્ટરે કોરોના નો ટેસ્ટ કરાવ્યો ન હતો. ડોક્ટરે એવું આશ્વાસન આપ્યું હતું કે આવા લક્ષણો ધરાવતા 70 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને કોઈના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા નથી. ત્યારે ડોક્ટરે એમ કહ્યું હતું કે તબિયતમાં સુધારો છે અને ચાર પાંચ દિવસમાં રાજા આપી દેવામાં આવશે, જોકે ત્યારબાદ ડોક્ટરે એવું કહ્યું હતું કે 11-12 દિવસ બાદ રાજા અપાશે. સાતમી જૂનના રોજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે દર્દીને કોરોના છે અને તેમને કોવીડ હોસ્પિટલમાં લઇ જવામાં આવે. જયારે આ અંગે ડો.આશિત પટેલને ફરિયાદ કરવામાં આવી હતી કે આ વાત હોસ્પિટલમાં જ રહેવી જોઈએ અને વાત બહાર આવી તો દર્દીનો પરિવાર પરિણામ ભોગવશે. દર્દી કોરોનગ્રસ્ત છે તેવું કહી તેને એમ્બ્યુલન્સ સુધી જવા લિફ્ટની ઉપયોગ પણ કરવા દેવામાં આવ્યો ન હતો. કોવિડ હોસ્પિટલમાં નવમી જૂનના રોજ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું. ગુજરાતમાં આવી રીતે ડોક્ટરોની બેદરકારીથી થયેલા અન્ય કિસ્સાઓ ટાંકી અરજદારે માંગણી કરી છે કે આ તબીબોના લાઇસન્સ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી રદ્દ થવા જોઈએ આ ઉપરાંત આવી રીતે બેદરકારીથી થયેલા મૃત્યુના આંકડા આપવા એમ.સી.આઈ. ને આદેશ કરવામાં આવ્યો છે. 

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63