નખત્રાણા : પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો સામે કાર્યવાહી કરવા વધુ એક આવેદનપત્ર  

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-09

(પ્રફુલભાઇ કંસારા દ્વારા)
તાજેતરમાં મોરબીમાં આવેલ સદ્ભાવના હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે એક નિર્દોષ મહિલા જયશ્રીબેન બુધ્ધભટ્ટીનું મોત થયું હતું. જેના સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.. મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરોએ એક પછી એક ગંભીર ગુન્હાહિત બેદરકારી દાખવી હતી, વેન્ટિલેટરની સુવિધા ન થઇ શકે એમ હોવાની વાત પરિવારજનો પાસે છુપાવી રાખી, સમયસર રીફર કરવાને બદલે દર્દીને એમના હાલ પર છોડી દીધા હતા. જેના પરિણામે મહિલાનું નાની ઉમરમાં અકાળે મૃત્યુ થયું હતું.. બાદમાં આ ડોક્ટરો સામે મોરબી પોલીસ સુપ્રિ. ને લેખિત ફરિયાદ અરજી કરી ડોક્ટરો પર કાર્યવાહી કરવા ફરિયાદ અરજી કરવામાં આવી હતી. જે અનુસંધાને આ નિર્દોષ મહિલાનું ડોક્ટરોની અપરાધિક બેદરકારીના કારણે થયું હોય આવી હોસ્પિટલના કવિડ-19 નું લાઇસન્સન રદ્દ કરી ડોક્ટરો પર કાનૂની કાર્યવાહી કરી મહિલાને ન્યાય આપવા નખત્રાણાના પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની સમાજના પ્રમુખ ધનજીભાઈ બુધ્ધભટ્ટી, મહામંત્રી  મહેશભાઈ કે. સોની, મહામંત્રી હીરાલાલભાઈ સોની સહીત તમામ સદસ્યો દ્વારા જિલ્લા કલેક્ટર મારફત સરકારશ્રીને  આવેદનપત્ર આપી બેદરકાર ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63