ધોધમાર વરસાદ બાદ શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-08

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે થઇ રહેલ સતત પાણીની આવકને લઈને શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. આજે જીવનમાં સૌ પ્રથમવાર શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ચાર વખત ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે ભાવનગર જિલ્લા પણ મેઘરાજાની મહેરબાની અવિરત જોવા મળી રહી છે, ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં અમરેલી તેમજ ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. જેને લઇને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ચોથીવાર ઓવરફલો થયો છે. હાલ શેત્રુંજી ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક થઈ રહેશે જેને લઇને શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ અને છેલ્લા પાંચ વર્ષ બાદ આ વર્ષએ આજ સીઝનમાં સતત ચોથી વાર આટલો વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે તેમજ પાલીતાણા મહુવા તળાજા ના ગામડાઓમાં સિંચાઈ માટે ડેમનો ઉપયોગ થાય છે ત્યારે ડેમમાં સતત પાણીની આવકને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63