જૂનાગઢ : મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મારુ કંસારા યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

મોરબીની સદભાવના હોસ્પિટલ વિરુદ્ધ લોકોનો રોષ ફાટી નીકળ્યો, દરેક જિલ્લા અને તાલુકામાંથી લોકો આવેદનપત્ર આપી ડોક્ટરો સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-08

જુનાગઢ તા. 29, તાજેતરમાં મોરબી ખાતે સદ્ભાવના હોસ્પિટલના ડોક્ટરોની ભયંકર બેદરકારીથી મહિલાનું અપમૃત્યુ થયું હતું. ડોક્ટરો દ્વારા વેન્ટિલેટરની સુવિધા ના હોવા છતાં  કોવીડ દર્દીને દાખલ કરી જીવ સાથે ખિલવાડ કર્યો હતો  મહિલાને વેન્ટિલેટરની જરૂર પડી ત્યારે આ મહિલા એક એક શ્વાસ માટે તડપતી હતી  તેવા અણીના સમયે ડોક્ટરોએ અમારી પાસે વેન્ટિલેટર નથી કહી  હાથ ખંખેરી નાખ્યા હતા. અને ઇમર્જન્સી સમયે એમ્બ્યુલન્સ પણ આ હોસ્પિટલે તૈયાર રાખી ના હતી જેના કારણે  જયશ્રીબેન બુધ્ધભટ્ટીનું  અપમૃત્યુ થયેલ હતું. સમગ્ર મામલો મીડિયામાં આવતા સમગ્ર દેશભરમાંથી લોકો આ લાપરવાહ ડોક્ટરો ઉપર ભયંકર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાના  ઘેરા  પ્રત્યાઘાત પડ્યા છે. ઠેર ઠેરથી લોકો આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે જૂનાગઢ ખાતે મારુ કંસારા યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ બુધ્ધભટ્ટી તેમજ તમામ હોદ્દેદારો તેમજ સદસ્યો દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપી આ ઘટનાને વખોડી તંદુરસ્ત સમાજ માટે આવા ડોક્ટરો ખતરા રૂપ હોય આવા ડોક્ટરોને દાખલારૂપ સજા થાય અને તેઓનું લાયસન્સ રદ્દ થાય દર્દીઓ સાથે કરવામાં આવતા ચેડાં બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં આ ડોક્ટરો અને હોસ્પિટલ પર કાર્યવાહી કરવા રોષપૂર્ણ વિરોધ નોંધાવી આવેદનપત્રો આપી રહ્યા છે.

કેશોદ : કંસારા સેવા સમાજ દ્વારા આવેદનપત્ર
શિહોર : મારુ કંસારા સોની જ્ઞાતિ મંડળ દ્વારા આવેદનપત્ર
રાજકોટ : કલેક્ટરને આવેદનપત્ર
જોડિયા : APMC ડિરેક્ટર – ચિરાગભાઈ વાંક તથા પ્રતિષ્ઠિત નાગરિક દ્વારા આવેદન
બાલંભા: લલિતભાઈ નિમાવત (પત્રકાર મિત્ર મંડળ) દ્વારા આવેદન
રાજકોટ: નિલેશભાઈ સોલંકી તથા પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા આવેદન
જોડિયા: કેતનભાઈ રાયમગીયા તથા પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63