મોરબી કોલ એશોસિએશન દ્વારા મચ્છુ-3 ડેમ પર આવેલ પુલનું કામ ચાલુ હોઈ વૈકલ્પિક માર્ગની સુવિધા કરી આપવા રજુઆત કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-08

મોરબી કોલ એશોસિએશન દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે હાલ ચોમાસાની સીઝન છે અને છેલ્લા અઠવાડિયાથી અવિરત વરસાદ મોરબીમાં પડી રહેલ છે. મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જુદી જુદી પ્રકારના કોલનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવેલ છે. અને જેથી અમો મોરબી કોલ એશોસિએશનના તમામ વેપારીઓ કોલ ઈમ્પોર્ટ કરી અને સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાઈ કરીએ છીએ, તાજેતરમાં મોરબી આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપર આવેલ પુલ જર્જરિત હાલતમાં હોઈ. તેનું રીપેરીંગ કામ ચાલુ હોઈ સદરહુ પુલ ઉપર આવન જાવન બંધ કરવાનું જાહેરનામું આપ સાહેબ દ્વારા બહાર પાડવામાં આવે, અમો કોલ એશોસિએશનના વેપારીઓને આ પુલ બંધ થવાથી ઘણી જ મુશ્કેલી પડી રહેલ છે. બહારથી આવતો કોઈ માળીયા (મી.) લઈને પીપળીયા ચાર રસ્તા થઈને ફરી ફરીને આવવું પડે છે જેનાથી કોલની ડીલેવરી મળવામાં ખુબ જ સમય જાય છે અને અમોને ભાડામાં પણ ખુબ જ વધારે તકલીફ પડી રહી છે. આવા સંજોગોમાં અમારી રજૂઆત છે કે જ્યાં સુધી પૂર્વવત ન થાય ત્યાં સુધી તે માટેની વૈકલ્પિક સુવિધા કરી આપવા વિનંતી છે. આ વૈકલ્પિક સુવિધા માટે આપ સાહેબ અમોને મોરબી શહેરમાં ટ્રકને પસાર કરવા દેવા પરવાનગી આપવા અને તે મુજબનું જાહેરનામું બહાર પાડવા અમારી મોરબી કોલ એશોસિએશન દ્વારા નમ્ર રજૂઆત છે. તેમ જણાવાયું હતું.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63