મોરબી: પાણી ઓસર્યા બાદ 8-એ નેશનલ હાઇવે ચીંથડે હાલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-08

અતિભારે વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહે નેશનલ હાઇવે મહદ્દઅંશે બરબાદ કરી નાખ્યો છે. નેશનલ હાઇવેની સ્થિતિની તસવીરો આ વાતની સાક્ષી પુરી રહી છે.

રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી ને પગલે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ માળિયા, હળવદના ગામોમાં પાણી ફરી વળ્યાં હતા. બીજી તરફ ઉપરવાસમાંથી પણ પાણી આવતા મચ્છુ 2 ડેમ ઓવર ફ્લો થયો હતો.

મોરબી અને કચ્છને જોડતા નેશનલ હાઇવે પર ડેમના પાણી ફરી વળ્યાં હતા. આ પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક, એક કાર અને એક ટેમ્પો તણાયા હતા. અને કલાકો સુધી રોડની બંને તરફ વાહનોની કતારો લાગી હતી. અમદાવાદથી કચ્છ તરફ અને ક્ચ્છથી અમદાવાદ, રાજકોટ, જામનગર મોરબી તરફ જઈ રહેલા લોકો રોડ પર અટવાઈ પડ્યા હતા. બીજીતરફ વરસાદનું જોર ઘટતા હાઇવે રોડ પરથી પાણી તો ઓસર્યા પણ હવે સ્થિતિ વધુ ભયાવહ સામે આવી છે. ભારે વરસાદ બાદ શહેરના પણ મોટા ભાગના રોડ વાહન ચલાવા લાયક નથી રહ્યા તમામ રોડના ચિંથડા ઉડી ગયા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63