કોરોના મહામારી સમયે વિદ્યાર્થીઓના ભાવિનો વિચાર ના કર્યો : સોળ હજાર વિદ્યાર્થીને કોરોનાના જોખમમાં નાખ્યા
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-08
કોરોના ની મહામારી માં વિદ્યાર્થી ના ભાવિ નો વિચાર કાર્ય વગર સૌરાષ્ટ યુનિવર્સીટીએ યુ જી સી ની guideline હોવા છતાં, પી. જી. કોર્સ ની પરિક્ષા સોળ હજાર વિદ્યાર્થીઓની લેખીત પરિક્ષા લેવાની જીદ પુરી કરી અને તારીખ ૨૭ થી પરિક્ષા ની કાર્યવાહી કરશે. આ અંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ લાલજી ભાઈ મહેતા ઊંચ કક્ષા એ રજૂઆત કરી છે.
સૌરાષ્ટ યુનિવર્સીટી ને યુ. જી. સી. એ guideline આપેલ કે પી. જી. કોર્સ ની પરિક્ષા ગત સેમેસ્ટર ના માર્ક્સ જોઈ ને પ્રમોશન આપવું, જેથી વિદ્યાર્થી ઓ કોરોના નો ભોગ બને નઈ. છતાં પણ ભણાવેલ નથી છતાં પણ તઘલગી નિર્યણ કરી ને પી.જી. કોર્સ ની પરિક્ષા તારીખ ૨૭થી લેવાનો નિર્યણ લઈને સોળ હજાર વિદ્યાર્થીઓ ને કોરોના ના પ્રવાહ માં તરતા મૂકતા હોય તેવું જણાય છે. હવે પી.જી. કોર્સ પરિક્ષા આપવા માટે ઘણી એવી બહેનો હસે કે જે સગર્ભા હશે, ઘણા નબળા શરીર ના હશે, આવા બધા ને લેખીત પરિક્ષા આપવાનું આમંત્રણ આપી દીધેલ છે. પી.જી. કોર્સ માં સેમેસ્ટર ના માર્ક્સ ગણી પ્રમોશન આપેલું હોત તો પરિક્ષા નો પ્રશ્ન થાત નઈ એવી ચર્ચા પણ થાય છે. ગુજરાત રાજ્ય માં ઘની યુનિવરસિટી એ આ નિર્યણ સ્વીકારી ને વિદ્યાર્થી ને કોરોના થતાં બચવાનો પ્રયત્ન કરેલ છે. પરંતુ સૌરાષ્ટ યુનિવર્સીટી એ લેખીત માં લેવાનો આગ્રહ શા માટે રાખ્યો તે પણ ચર્ચા નો વિષય છે. દુઃખ ની વાત એ છે કે સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો વિદ્યાર્થી ઓ નો પ્રશ્ન રજૂ કરી શક્યા નહિ. અને વિદ્યાર્થી સંગઠન ની રજૂઆત ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગણકારી નહિ. અને સોળ હજાર વિદ્યાર્થીઓ ને કોરોના ના યજ્ઞ ની વેદી માં બેસવાનો વરો આવ્યો. છાસવારે વિદ્યાર્થી માં હિત માટે નિવેદનો કરતા રાજનેતા ઓ એ પણ વિદ્યાર્થી ઓ ની તકલીફ સમજી ના શક્યા. યુનિવર્સિટી એ યુ. જી. સી. ની guideline પ્રમાણે પ્રમોશન નહિ આપી ને લેખીત પરિક્ષા લઈ ને શું પુરવાર કરવા માગે છે? પરિક્ષા દરમ્યાન કોરોના વિદ્યાર્થીઓ ને થશે તો તે તેના કુટુંબ માં ફેલાવશે. યુનિવર્સિટી તેને વળતર આપશે? કોરોના નો નાશ કરવા માટે આરોગ્ય કર્મી, પોલીસ કર્મી અને રેવન્યુ કર્મી સતત મહેનત કરી રહ્યા છે અને ત્યારે સૌરાષ્ટ યુનિવર્સીટી કોરોના નું પ્રોડક્શન વધારવાનું કામ કરી રહી હોય તેવી ચર્ચા થઈ રહી છે. હજુ પણ સમય છે, પી.જી. કોર્સ માં વિધાર્થી ને પ્રમોશન આપી પરિક્ષા રદ કરવી જોઈએ. સૌરાષ્ટયુનિવર્સીટી માં કહેવા પ્રમાણે જે વિદ્યાર્થીઓ ને ૨ મહિના પછી પરિક્ષા આપવી હોય તેવી ભલામણ કરે છે તો વર્ષ માં ૨ વખત પરિક્ષા ની જીદ શા માટે કરે છે? આ અંગે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ લાલજી ભાઈ મહેતાએ ઊંચ કક્ષા એ રજૂઆત કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63