મોરબી: મચ્છુ-2 ડેમ ઓવરફ્લો : 10 દરવાજા 3 ફૂટ ખોલાયા : અનેક ગામોને એલર્ટ કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-08

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ ચાલી રહી છે, બારે મેઘ ખાંગા થતા મોરબી જિલ્લાનો મચ્છું-2 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. તંત્ર દ્વારા તુરંત મચ્છુ-2 ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે માળિયા અને મોરબી તાલુકાના 32 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મચ્છુ-2 માં 70,294 ક્યુસેક પાણીની વધુ આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. શરૂઆતમાં 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા બાદ થોડી જ વારમાં દરવાજાની સંખ્યા વધારીને 10 કરી દેવામાં આવી છે. હાલ ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને પાણીની 18920 ક્યુસેક જાવક શરૂ કરી દેવામાં આવી છે.

ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર( નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર મળી 17 ગામો તેમજ માળિયા તાલુકાના બહાદુરગઢ, દેસળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવિદરકા, ફતેપર અને અમરનગર મળી 15 ગામો આમ બન્ને તાલુકાઓના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63