મોરબી: ભારત વિકાસ પરિસદ દ્વારા આ વર્ષે વ્યક્તિગત ગીત સ્પર્ધાનું આયોજન કરાયું

રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત કરવા પ્રયત્નશીલ છે ભારત વિકાસ પરિસદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-08

રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુસર ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ વર્ષે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વ્યક્તિગત ગીત (એકલ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે વિભાગ 1 માં 6 થી 12 માં અભ્યાસ કરતા કોઈપણ ભાઈ બહેનો ભાગ લઈ શકશે જ્યારે વિભાગ 2 માં 17 વર્ષથી ઉપરના કોઈપણ ભાઈ બહેનો ભાગ લઈ શકશે જ્યારે વિભાગ 3 માં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પરિવારના સભ્યો માટે હશે.
ગીતની પસંદગી ચેતનાકે સ્વર પુસ્તિકા માંથી જ કરી તેની પ્રસ્તુતીનો વિડિયો તારીખ 28/8/2020, શુક્રવાર સુધીમાં મોકલવાનો રહેશે. પ્રત્યેક વિભાગમાં વિજેતાઓને પુરસ્કાર તથા ભાગ લેનારા તમામને પ્રમાણપત્રો આપવામાં આવશે વધુ વિગતો માટે ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410
મંત્રી હરેશભાઇ બોપલીયા 9974458658
પ્રોજેક્ટ ચેરમેન ડો જયેશભાઈ પનારા
9825621214 તથા
સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર
9879910715
પર સંપર્ક કરવા ભારત વિકાસ પરિષદ મોરબીની યાદી જણાવે છે

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63