સપ્ટેમ્બર મહિનાથી ખૂલી શકે છે સ્કૂલો: જાણો, શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-08

કોરોના મહામારીને કારણે પાંચ મહિનાથી બંધ રહેલી સ્કૂલો ફરીથી ખૂલે તેવી સંભાવના છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે અનેક ચર્ચા-વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બરની વચ્ચે તબક્કાવાર રીતે શાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની યોજના ઘડી છે. પરંતુ આખરી નિર્ણય રાજ્ય સરકારોનો રહેશે. કેન્દ્ર સરકાર ફક્ત વિસ્તૃત માર્ગદર્શિકા પ્રકાશિત કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં કોરોનાના ઓછા કેસ છે, તે શાળાઓ ફરીથી ખોલી શકે છે, પરંતુ તેઓએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલનું પાલન કરવું પડશે, જે આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે.

સ્કૂલો ફરીથી ખોલવા અંગેનો સરકારનો પ્લાન

રાજ્ય સરકાર પરવાનગી આપે છે કે નહીં તેના આધારે 1 સપ્ટેમ્બર અથવા 5 સપ્ટેમ્બરથી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રથમ 15 દિવસ માટે ફક્ત ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં હાજર રહેવાનું કહેવામાં આવશે.

ક્લાસના બધા વિદ્યાર્થીઓને એક સાથે સ્કૂલે બોલાવવામાં આવશે નહીં. જો ત્યાં ચાર સેક્શન હોય છે, તો દરેક વૈકલ્પિક દિવસે બે સેક્શનના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવશે.

બધી સ્કૂલો શિફ્ટ મુજબ ચાલશે. જેમાં સવારે 8 થી11 અને બપોરે 12થી 3 આમ બે શિફ્ટ રહેશે. 11થી 12 વચ્ચેનો એક કલાકનો અંતર સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

પ્રાથમિક શાળાઓને હાલ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય કોવિડ મેનેજમેન્ટ સાથે સંકલાયેલા સચિવોની કમિટીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે. 31મી ઓગસ્ટના રોજ અનલોકનો ત્રીજો તબક્કો પૂર્ણ થતા બાકીની પ્રવૃતિઓ ખુલ્લી મુકવા માટે જારી કરવામાં આવતી અનલોક-4ની ગાઈડલાઈનમાં શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63