આનંદો: આ વર્ષે નહિ રહે પાણીની તંગી : 54 ડેમોમાં નવા નીરની આવક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-08

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મુરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ભાદર, ન્યારી, આજી સહિત 54 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો થયા છે.

ભાદરમાં સવા, ન્યારી-1 માં અડધો ફૂટનો વધારો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જળાશયોમાં સંગ્રહશક્તિના 67% પાણીનો જથ્થો આવ્યો છે. રાજકોટ જિલ્લામાં 3 ઇંચ જેટલા વરસાદથી ભાદર ડેમની સપાટીમાં સવા ફૂટ વધીને 25.20 સુધી પહોંચી ગઈ છે. રાજકોટના ભાગોળે આવેલ આજી-1 જળાશયની સપાટીમાં અડધો ફૂટનો વધારો થતાં કુલ 24 ફૂટ ભરાય છે. જ્યારે ન્યારી-1માં પણ અડધો ફૂટ પાણીનો જથ્થો વધતાં સપાટી 23.60 સુધી પહોંચી છે.

મોરબી જિલ્લામાં પણ સારા વરસાદથી ડેમોમાં પાણીની સારી આવક થઈ છે મચ્છુ 1માં 1.38, ડેમી 2માં 1, મચ્છુ 3માં 0.69, વિજરખીમાં 1, આજી 4 માં 1, કંકાવટીમાં 1, નિમભણીમાં બે ફૂટ પાણીની આવક થઇ છે રાજકોટ જિલ્લાના 25 જળાશયમાં કુલ સંગ્રહશક્તિ ના 67 ટકા પાણીનો જથ્થો આવ્યો છે.

જ્યારે જામનગર જિલ્લામાં ડેમમાં 84 ટકા પાણીનો હાલ જીવંત જથ્થો છે. સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસતા વરસાદના કારણે ભાવનગર અમરેલી અને જૂનાગઢ જિલ્લાના મળી 28 ડેમમાં પાણીની સપાટી વધી છે. પાણીની સપાટીમાં વધારો થતા લોકોમાં આનંદની લાગણી જન્મી છે અને અનેક ડેમો છલકાતા રૂલ લેવલ જાળવવા અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63