5 ઓગસ્ટે US ટાઈમ સ્કેવરમાં “જય શ્રી રામ”

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-08,

ભારતના અયોધ્યામાં પાંચમી ઑગસ્ટે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે ત્યારે અમેરિકાના પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેરમાં વિશ્ર્વના સૌથી મોટા સ્ક્રીન સહિત અનેક સ્ક્રીનો પર ભગવાન શ્રીરામના ચિત્રો, અયોધ્યાના ભવ્ય રામમંદિરના 3ડી પોર્ટટ્રેઇટ વગેરે દર્શાવાશે.

ટાઇમ્સ સ્કવેરમાં આવેલા 17000 સ્કે. ફૂ.ના એલઇડી ડિસ્પ્લેને વિશ્ર્વના સૌથી મોટા સ્ક્રીન તરીકે ઓળખવામાં આવે છે. એ સ્ક્રીન પર નાસ્દાક્ના અન્ય વિશાળ સ્ક્રીન પર અને ટાઇમ્સ સ્કવેરમાં આવેલા અન્ય અનેક સ્ક્રીન પર પાંચમી ઑગસ્ટે સવારે આઠ વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી શરૂઆતમાં જય શ્રી રામ લખેલું દર્શાવીને શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ અનુક્રમે ભગવાન શ્રીરામના ચિત્રો, અયોધ્યાના ભવ્ય રામમંદિરના 3ડી પોર્ટટ્રેઇટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રામમંદિરના ભૂમિપૂજનના ફોટા દર્શાવવામાં આવશે.

અમેરિકામાં રહેતા ભારતીય સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે આ જીવનમાં કે સદીમાં એક જ વખત આવે એવો પ્રસંગ નથી, પણ આ તો માનવ સમાજના જીવનમાં ફક્ત એક જ વખત આવે એવો પ્રસંગ છે. રામ જન્મભૂમિ શિલાન્યાસના પ્રસંગને છાજે એવી ઉજવણી થવી જોઇએ અને એ માટે ટાઇમ્સ સ્ક્વેરથી શ્રેષ્ઠ ક્યું સ્થળ હોઇ શકે.

વડા પ્રધાન મોદીની આગેવાનીમાં રામમંદિરનું બાંધકામ થવું એ વિશ્ર્વભરના હિંદુઓ માટે સ્વપ્નસિદ્ધ થવા બરાબર વાત છે. હજુ છ વર્ષ અગાઉ અમે રામમંદિર બંધાશે કે કેમ એ વિશે વિચારી પણ નહોતા શકતા, પણ મોદીની આગેવાનીમાં રામમંદિરનું ભૂમિપૂજન શક્ય બન્યું છે અને એ દિવસને અમે જોરશોરથી ઉત્સાહભેર ઉજવવા માગીએ છીએ. ટાઇમ્સ સ્ક્વેરમાં ચારે તરફ ભગવાન શ્રીરામના ચિત્રો દેખાશે.

રામમંદિરના ભૂમિપૂજનની ભવ્ય ઉજવણી કરવા માટે પાંચમી ઑગસ્ટે અમેરિકામાં રહેતા ભારતીય સમાજના લોકો ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભેગાં થઇને મીઠાઇની વહેંચણી કરશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63