રાજકોટ-એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદાના અમલવારીના નામે પત્રકાર સાથે ઉદ્વત વર્તનની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-08

પોલીસ બેડામાં અમુક અધિકારીઓને જાણે કોઈ પણ ભોગે મનમાની જ કરવી હોય એવા ઈરાદાથી ગઈ રાત્રીના રાજકોટ એ ડિઝીઝનના નાઈટ પેટ્રોલિંગ પર નીકળેલા એક પોલીસ અધિકારીએ પત્રકારને રોકી પૂછપરછ કરી આ અધિકારીએ આ પત્રકારનો ફોટો પાડવાનું કહેતા આ પત્રકારે પોતાનું માસ્ક નીચે કર્યું તો એલફેલ ભાષામાં ઉદ્વતવર્તન કરી નિમ્ન કક્ષાના શબ્દો વાપરી આ પત્રકાર સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આવા અધિકારીઓ પત્રકાર સાથે ગેરવર્તણુંક કરી શકતી હોય તો સામાન્ય પ્રજા સાથે શું નહિ કરતી હોય? આવા અધિકારીઓ કાયદાનું પાલન કરાવવામાં અતિશયોક્તિ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માસ્કના કાયદાનું પાલન કરાવવા મનપા દ્વારા દાઢી કરાવવતા યુવાને પણ દંડ ફટકાર્યો હતો, કાયદાનું કડક રીતે પાલન કરાવવું જરૂરી છે પણ અતિશયોક્તિ થવા લાગે ત્યારે પ્રજામાં રોષે ભરાય છે. 1 ઑગષ્ટથી માસ્ક ન પહેર્યું હોય તો 500 રૂપિયા નો દંડ વસૂલવા સરકારે ફરમાન જારી કર્યું છે. જો આવા અધિકારીઓ આ કાયદાને પોતાની મનમાની કરવા દુરઉયોગ કરશે ત્યારે પ્રજાના રોષનો સામનો કરવા તૈયાર રહેવું જોઈશે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63