(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-08,
આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનાને રૂ.500 દંડ ફટકારવાનો સરકારે નિર્ણય કર્યો હતો, તેનું પાલન કરવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ માસ્ક ન પહેરવા પર દંડ વસુલવામાં પોલીસ અસંમજસમાં મૂકાઈ છે તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. અમુક જગ્યાએ પોલીસકર્મીઓ રૂપિયા 500ના બદલે 200 રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે. ત્યારે આ વિશે જ્યારે પોલીસને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી સરકાર તરફથી અમને પરિપત્ર મળ્યો નથી, જેના કારણે દંડની રકમ લેવામાં અમંજસની સ્થિતિ ઉભી થઈ છે. તમને જણાવીએ કે અગાઉ માસ્ક ન પહેરવા પર રૂપિયા 200નો દંડ હતો. પરંતુ આજથી એટલે કે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવાનો દંડ બદલાઈ ગયો છે.
અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 ઓગસ્ટ-2020ના શનિવારથી રાજ્યમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકોને તથા જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500 દંડ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જાહેરમાં થૂંકનારાને રૂ. 200 દંડ થતો હતો. જ્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને રૂ.200ના બદલે રૂ. 500નો દંડ કરવાનો નિર્ણય અમલમાં છે. ટૂંકમાં આ બે બાબતોમાં દંડ વધારાયો છે અને રાજ્યભરમાં એકસરખો કરાયો છે.
મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પહેલી ઓગસ્ટથી આ દંડની જોગવાઈનો ચુસ્તપણે અમલ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ આ સાથે લોકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યભરમાં અમૂલ પાર્લર ખાતેથી બે રૂપિયાના ભાવે દસ રૂપિયામાં પાંચ માસ્કનું પેકેટ ઉપલબ્ધ થશે.
હાઈકોર્ટે રૂ. 1,૦૦૦નો દંડ રાખવા સલાહ આપેલી : પાંચ દિવસ પહેલાં કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશનની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને એવી સ્પષ્ટ નૂકતેચીની કરી હતી કે, જે પ્રકારે લોકો બેફીકર બનીને માસ્ક વિના જ જાહેરમાં ફરી રહ્યા છે તેની સામે સરકારે રૂ. 1,000નો દંડ રાખવો જોઈએ, જેથી આનાથી ડરીને ય લોકો માસ્ક પહેરે અને સંક્રમણ રોકવામાં મદદ થાય. આ દંડ રાખતી વખતે સરકારે બીજા લોકો શું વિચારશે તેની ચિંતા કરવી ન જોઈએ?
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63