અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP તરીકે નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-07,

ગુજરાતના હાલતના DGP શિવાનંદ ઝા (Shivanand jha) આજે શુક્રવારે સેવા નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ IPS આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગુજરાતના નવા ડીજીપી (Gujarat DPG) અંગેની અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે, ડીજીપી માટે ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC)ને નવા DGP માટે નામોની યાદી મોકલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી. એપ્રિલ-2016માં રેગ્યુલર મુખ્ય DGP પી.સી. ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં. આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ IPS ‘ઈન્ચાર્જ’ DGP તરીકે નિવૃત્ત થયાં છે. 2016થી ગુજરાતમાં કાર્યરત સિનિયર IPS અધિકારીઓ સિનિયર મોસ્ટ IPSને જ મુખ્ય DGP પદે મુકવાનો આગ્રહ રાખતાં રહ્યાં છે અને સરકાર તેનો અમલ કરતી રહી છે.

કોણ છે શિવાનંદ ઝા? રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63