મોરબી પાલિકાનો નવો અખતરો : પ્લાસ્ટિકનો કચરો આપો બદલામાં ગિફ્ટ મેળવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,

મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પ્રયોગ કર્યો છે. જેમાં શહેરીજનોને પ્લાસ્ટિકનો સૂકો કચરો આપવા બદલ આકર્ષક ભેટ આપવાની યોજના બનાવી છે.

શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા માટે એક નવતર પ્રયોગ છે જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સહયોગથી મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આવતીકાલે 31 જુલાઈથી પ્લાસ્ટિકનો જુદો કરેલા કચરા આપવા બાદ લોકોને આકર્ષક ભેટ આપવાની યોજનાનો અમલ થશે. જેમાં મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે, સુરજબાગ ખાતે તથા સામાકાંઠે કેશરબાગ ખાતે એમ ત્રણ જગ્યાએ જે લોકો સૂકો જુદો કરેલો પાલસ્ટિકનો કચરો આપશે. તેને નગરપાલિકા આકર્ષક ગિફ્ટ ભેટમાં આપશે. મોરબી પાલિકાએ ચાલો આપણે સાથે મળીને મોરબીની સ્વચ્છ બનાવીએ અને સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને મેળવો આકર્ષક ભેટ મેળવવાની યોજના લાગુ કરી છે. આ પ્રયાસ સફળ રહે તો મોરબીમાંથી પ્લાસ્ટિકનો કરચોરો સાફ થતા વાર નહિ લાગે!

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63