(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,
મોદી સરકારે ચીનને વધુ એક ઝાટકો આપતા રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ હેતુ ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને અન્ય દેશો, ખાસ કરીને ચીનનાં કલર ટીવીની આયાતને નિરાશ કરવાનો છે. ડીજીએફટીએ એક સૂચનામાં જણાવ્યું કે, કલર ટેલિવિઝન માટેની આયાત નીતિ બદલી દેવામાં આવી છે. આને હવે નિ:શુલ્કથી પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.
કોઇ સામાનને પ્રતિબંધિત કેટેગરીમાં નાંખવાનો મતલબ છે કે, તે સામાનની આયાત કરનારાને આ માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રે઼ (ડીજીએફટી)થી લાઇસન્સ લેવાનું રહેશે. ડીજએફટી વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. ભારતમાં સૌથી વધુ ટીવી ચીનથી જ આયાત થાય છે. સરકારના આ પગલા બાદ ચીનને જોરદાર ઝાટકો વાગવાનું નક્કી છે.
ચીનને દરેક મોર્ચે જવાબ : ભારત નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના આક્રમણનો સખત પ્રતિક્રિયા આપી રહ્યું છે, ત્યારે તેને અર્થવ્યવસ્થાના મોરચા પર પણ યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. સરકારે સરકારી ખરીદીમાં ચાઇનીઝ કંપનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે ચીની કંપનીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી કોઈપણ પ્રકારની સરકારી ખરીદી માટે બોલીમાં ભાગ લઈ શકશે નહીં. પહેલાથી જ એપ્રિલમાં, એલ.એ.સી. પર તણાવ આવે તે પહેલાં ભારતે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેથી કોરોના રોગચાળા દ્વારા સર્જાયેલી નાજુક પરિસ્થિતિનો લાભ લઇને ચીની કંપનીઓ સ્થાનિક કંપનીઓને કબજો ન લઈ શકે.
રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મોદી સરકારે ચાઇનીઝ એપ ટિકટોક, હેલો, યુસી બ્રાઉઝર જેવી 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં કેટલીક વધુ એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં તેના કરોડો યૂઝર્સ છે. પ્રતિબંધ સાથે ચીનને મોટો ઝટકો લાગ્યો છે. અને તેણે પોતે પણ સ્વીકાર્યું છે કે તે અબજો રૂપિયા ગુમાવશે. આ ઉપરાંત ચીની કંપનીઓના ઘણા કરાર પણ રદ કરવામાં આવ્યા છે
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63