મોરબી: 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે યોજાશે : સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રખાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,

મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે ઉજવણી સંદર્ભેના આયોજન અંગેની કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર પટેલે ઉપસ્થિત અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ગરિમાપુર્ણ અને સરકારની ઉજવણી સંદર્ભેની ગાઈડલાઈન મુજબ સાંસ્કૃતીક કાર્યક્રમ આ વખતે યોજાશે નહી તેમજ સોશીયલ ડીસ્ટન્સનો અમલ કરવા સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે.એમ.કતીરા, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન બી.પી.જોશી, ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63