કેન્દ્ર સરકારે લોન્ચ કરી અનોખી ‘એપ’: જો કોઈ છિંડા દેખાશે તો ફરિયાદ પણ ‘એપ’ દ્વારા જ થઈ શકશે
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07,
કોઈપણ સામાન અસલી હોવાને લઈ આપણે હંમેશા અવઢવમાં રહીએ છીએ. કોઈ મોંઘા સામાનને ખરીદતા સમયે તે નકલી હોવાનો ડર લાગ્યા કરે છે. પરંતુ હવે નકલી કે અસલી સામાનની ઓળખ તુરંત થઈ જશે અને તેના માટે મદદરૂપ થશે આપનો મોબાઈલ..
ઉપભોકતા મંત્રાલયે બીઆઈએસ એટલે કે ભારત માનક બ્યુરોની મોબાઈલ એપને લોન્ચ કરી છે. બીઆઈએસ મોબાઈલ એપ પર તમે ખુબજ આસાનીથી કોઈપણ પ્રોડકટ કે જવેલરીની અસલી-નકલીની તપાસ કરી શકો છો. પ્રોડકટ પર અપાયેલા આઈએસઆઈ માર્ક લાયસન્સ નંબરને આ એપમાં નાખી ચેક કરી શકાય છે અને જો લાયસન્સ નંબર સાચો હોય તો એપ પર પ્રોડકટ બ્રાન્ડથી લઈ મેકિંગ જેવી બધી જાણકારી આવી જશે. તેવી જ રીતે જવેલરી ખરીદતા સમયે પણ હોલમાર્ક નંબર મોબાઈલ એપ પર તપાસ કરી સાચી જવેલરી ખરીદી શકાય છે.
જો લાયસન્સ નંબર કે હોલમાર્ક નંબર સાચો નહી હોય તો આજ મોબાઈલ એપ પર તુરંત ફરીયાદ રજિસ્ટર્ડ કરી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈળ નંબર પર ફરીયાદ રજીસ્ટર્ડ મેસેજ અને નંબર આવી જશે. આ એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ થઈ શકશે. ધ્યાન રહે કે એપની નીચે જીએમ1 લખેલી હશે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ઓપરેટીંગ સિસ્ટમ્સ પર મોજૂદ છે. આ એપ પ્રોડકટની પાછળ અપાયેલા બારકોડને સ્કેન કરે છે એપ ખોલીને જે પ્રોડકટ અંગે તમે જાણવા માંગો છો તેનો કોડ સ્કેન કરો અને જો બારકોડ સ્કેન નથી થતો તો બારકોડ પાસે લખેલ નંબર (જીટીઆઈએન)ને એન્ટ કરો. જથી પ્રોડકટની સંપૂર્ણ જાણકારી સામે આવશે તેમાં મેન્યુફેકચરર, ભાવ, ડેટ, લાયસન્સ જેવી જાણકારી સામેલ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63