(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-07,
અનલોક-3 (Unlock-3) માટે મંત્રાલયોમાં પરામર્શ શરૂ થઈ ગયા છે. એક ઓગસ્ટથી દેશભરમાં અનલોક-3 લાગૂ થઈ શકે છે. આ ચરણમાં આપવામાં આવેલી છૂટના સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information & Broadcasting)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનલોકના ત્રીજા ચરણમાં સિનેમા હોલ ખોલવાનો પ્રસ્તાવ છે. જેને ગૃહમંત્રાલય (Ministry of Home Affairs)ને મોકલવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય આ સંબંધે આગે નિર્ણય કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયએ આ પહેલા સિનેમા માલિકોને 25 ટકા ક્ષમતા સાથે ખોલવાને લઈને સલાહ સૂચનો કર્યા હતા.
ચેન્નાઈના રોહિણી સિલ્વરસ્ક્રીન્સના (Rohini Silverscreens) કાર્યકારી નિર્દેશક નિકિલેશ સૂર્યાએ કહ્યું હતું કે, જો અંતિમ નિર્ણયમાં માત્ર 25 ટકા બેઠકની મંજૂરી હશે. તો આ થિએટર માલિકો માટે સમસ્યા હશે. તેમણે કહ્યું કે 25 ટકા લોકોને આવવાથી વધારે મદદ નહીં મળે એટલું જ નહીં 50 ટકા પરિચાલન ખર્ચ પણ વધારે હશે. પરંતુ એક શરુઆત તો કરી શકાશે.
સિનેમા માલિકોએ તર્ક આપ્યો છે કે સીટો વચ્ચે સામાજિક દૂરી બનાવી રાખવા, શોની વચ્ચે થિએટરને સેનિટાઈઝર કરવા માટે લંબો સમયનો અંતરાલ રાખી શકાય છે. રીફ્રેશમેન્ટ કાઉન્ટર ઉપર લાગનારી ભીડને રોકવા જઈ શકાય છે. આ બધા થકી ફિલ્મ જોવામાં એક સુરક્ષિત અનુભવ બનાવી શકાય છે. આવી રીતે બદલાઈ શકે છે સિનેમાનો અનુભવ
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63