ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1110 નવા કેસ, કુલ આંકડો 55882 થયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-07,

‘મન કી બાત’ના 67માં સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી, હજું પણ આપણે વધારે સતર્ક થવાની જરુર છે. તેમણે કોરોના મહામારી દરમિયાન લોકોને સકારાત્મક વલણ અપનાવવા માટે તેમજ સ્થાનિક સ્તર પર કરવામાં આવેલા પ્રયોગોને પણ બીરદાવ્યાં હતાં. જોકે, કોરોના વાયરસનો કહેર હજુ પણ ભારતમાં વધતો જ જઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 48,661 કેસ આવ્યાં છે તો ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધતાં છેલ્લા 24 કલાકમાં 1110 કેસ સામે આવ્યાં છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો પણ 55882એ પહોંચ્યો છે.

24 કલાકમાં સ્વસ્થ થયા 753 દર્દીઓ

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 21708 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 642370 થયો છે. રાજ્યમાં 1110 નવા દર્દીઓ સામે 753 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 40365 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 333.96 ટેસ્ટ થાય છે.

રાજ્યમાં કુલ 13131 એક્ટિવ કેસ છે. જેમાંથી 85 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 13046ની સ્થિતિ સ્ટેબલ છે.

અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતની સ્થિતિ

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63