છેલ્લા 24 કલાકમાં દેશમાં કરાયા રેકોર્ડ કોરોના ટેસ્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07,

ભારતમાં પ્રથમવાર એક દિવસમાં રેકોર્ડ 4.20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી. સાસ્થ્ય મંત્રાલય અનુસાર ટેસ્ટિંગ લેબ્સની સંખ્યામાં વધારાને કારણે આટલા સેમ્પલ્સનું ટેસ્ટિંગ શક્ય બની શક્યું. જણાવી દઈએ કે, ભારતમાં જાન્યુઆરીમાં કોવિડ-19ની તપાસ માટે ફક્ત એક લેબ હતી પરંતુ હવે તેની સંખ્યા વધીને 1301 થઈ ચૂકી છે જેમાં પ્રાઈવેટ લેબ પણ શામેલ છે.

દેશમાં અત્યાર સુધી 1,58, 49, 068 સેમ્પલ ટેસ્ટ થયા

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ICMRના સંશોધિત દિશા-નિર્દેશો અને રાજ્ય તરફથી કરવામાં આવેલા પ્રયાસોએ પણ મોટાપાયે તપાસમાં મદદ કરી. દેશમાં શુક્રવાર સુશી કોવિડ-19ના કુલ 1,58,49, 068 ટેસ્ટ કરવામાં આવ્યા. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત છેલ્લા એક સપ્તાહથી રોજ 3.50 લાખ ટેસ્ટ કરી રહ્યું છે. મિનિસ્ટ્રી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,20, 898 ટેસ્ટને કારણે દેશમાં પ્રતિ દસ લાખ ટેસ્ટનો આંકડો 11,485 થઈ ગયો છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર થતું રહે કામ

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આક્રમક રીતે ટેસ્ટ કરવાની સાથે જ ‘ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ’ની રણનીતિ જાળવી રાખવા માટે કહ્યું છે. આનાથી શરૂઆતમાં બની શકે છે કે, સંક્રમિત લોકોની સંખ્યા વધુ સામે આવે પણ ધીમે-ધીમે તેમાં ઘટાડો થઈ જશે જેવું કે, રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકારના લક્ષિત પ્રયાસોથી થઈ રહ્યું હોવાનું દેખાય છે.’

ભારતમાં કોરોનાથી મૃત્યુદર સૌથી ઓછો

કોવિડ-19નું ટેસ્ટિંગ વધ્યા બાદ શનિવારે મૃત્યુદરમાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળ્યો જે 2.35 ટકા હતો જ્યારે બીમારીથી સ્વસ્થ થવાનો દર સુધરીને 63.54 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ભારત દુનિયાના તે દેશોમાં છે જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે.’ મંત્રાલયે કહ્યું કે, મૃત્યુદરમાં ઘટાડો દેખાડે છે કે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સામૂહિક પ્રયત્નોની અસર થઈ છે.

દેશમાં 13 લાખની પાર પહોંચી ગયો છે કોરોના સંક્રમિતોનો આંકડો

દેશમાં અત્યાર સુધી કોરોના 8,49,431 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. સાજા થયેલા લોકોની સંખ્યા સારવાર કરાવી રહેલા લોકોથી 3,93, 360 વધુ છે. જોકે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા શનિવારે નવા 48,916 દર્દી મળી આવવાથી 13 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 31,358 થઈ ગઈ છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63